By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    1 day ago
    પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
    1 day ago
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    4 days ago
    પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
    6 days ago
    100% ટેરિફની ઐસીતૈસી : ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલું રાખશે
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મોંઘવારીથી પ્રજા ત્રાહીમામ
    39 minutes ago
    દેશમાં 17 વર્ષનું સૌથી સૂકું ચોમાસું
    45 minutes ago
    દિલ્હી ફરી શર્મસાર : ‘પોલીસ છીએ’ કહી કાલકાજી પાર્કમાં 3 નરાધમોએ સગીરાને પીંખી નાખી
    50 minutes ago
    ભારતને મોટી સફળતા : કુદરતી ગેસનો મોટો ભંડાર મળ્યો
    1 hour ago
    ટેલિકોમ ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ : T-Mobile-જિયોએ સ્થાપિત કર્યું વિશ્વનું પ્રથમ ‘5G SA’ રોમિંગ કનેક્શન
    2 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    T20 ફ્રેન્ડલી મેચમાં જાપાન સામે ભારત માંડ-માંડ જીત્યું: 2 રનથી હરાવ્યું
    56 minutes ago
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    4 days ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    6 days ago
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    1 week ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    1 day ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સોમવારે કમળનું બટન દબાવીને મીડિયા પરનો બધો ગુસ્સો થૂંકી નાંખવો અને પછી પાંચ વર્ષ સુધી નિરાંતે ગુજરાતને એક પછી એક પ્રગતિનાં સોપાન સર કરતું જોવાનો લ્હાવો લેવો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > સોમવારે કમળનું બટન દબાવીને મીડિયા પરનો બધો ગુસ્સો થૂંકી નાંખવો અને પછી પાંચ વર્ષ સુધી નિરાંતે ગુજરાતને એક પછી એક પ્રગતિનાં સોપાન સર કરતું જોવાનો લ્હાવો લેવો
Authorખાસ-ખબરગુજરાત

સોમવારે કમળનું બટન દબાવીને મીડિયા પરનો બધો ગુસ્સો થૂંકી નાંખવો અને પછી પાંચ વર્ષ સુધી નિરાંતે ગુજરાતને એક પછી એક પ્રગતિનાં સોપાન સર કરતું જોવાનો લ્હાવો લેવો

Khaskhabar Editor
Last updated: 2022/12/03 at 4:02 PM
Khaskhabar Editor 4 years ago
Share
12 Min Read
SHARE

લેખક: સૌરભ શાહ(ઇલેક્શન એક્સપ્રેસ)

- Advertisement -

પહેલી ડિસેમ્બરે થયેલા પ્રથમ તબક્કાના મતદાન પછી ગુજરાતના મતદારો ભાજપને પસંદ કરે છે એ વાતની હવા કોંગ્રેસ સુધી પહોંચી ગઈ છે, એટલે જ કોંગ્રેસે મરણિયા બનીને જાહેરાત કરી છે કે તે જીતશે તો ડેપ્યુટી સી.એમ. તરીકે કોઈ મુસ્લિમને બેસાડશે. ભૈ, પહેલાં જીતો તો ખરા. ઓબીસીને સી.એમ. બનાવીશું, ત્રણ ડેપ્યુટી સી.એમ બનાવીશું- બાકીના બે એસ.સી. / એસ.ટી.ના હશે. મારે હિસાબે તો કોંગ્રેસ ડેપ્યુટી સી.એમ. નહીં પણ સી.એમ.પદ મુસ્લિમને આપીશું એવું કહીને દોઢસો ડેપ્યુટી સી.એમ. બનાવીને ગુજરાતની દરેક જ્ઞાતિ- પેટાજ્ઞાતિના પ્રતિનિધિને ચાન્સ આપીશું એવી જાહેરાત કરવી જોઈતી હતી. કેજરીવાલ જ્યારે બધું મફત આપવા નીકળે છે ત્યારે કોંગ્રેસ શું કામ પાછળ રહી જાય?
વોટ બેન્ક સર્જવા માટે, દેશની આઝાદીના દિવસોથી, કોંગ્રેસીઓ સતત કોમવાદનું અને જ્ઞાતિવાદનું રાજકારણ ખેલતા આવ્યા છે અને પોતાને સેક્યુલર કહેવડાવીને આક્ષેપ ભાજપ પર કરતાં આવ્યા છે કે તમે તો કોમવાદી છો.
2014માં વડાપ્રધાનપદ સંભાળતાંની સાથે જ નરેન્દ્ર મોદીએ ‘સબ કા સાથ, સબ કા વિકાસ’ની ઘોષણા કરી. મોદીએ અમલમાં મૂકેલી એક પણ સરકારી યોજના એવી નથી જે માત્ર હિન્દુઓને ખુશ કરતી હોય કે પછી માત્ર મુસ્લિમોને લાડ લડાવતી હોય. ભાજપ પર જ્યારે આરોપ લગાવવામાં આવે છે કે તમે મુસ્લિમોને ચૂંટણી ટિકિટ કેમ નથી આપતા, ત્યારે ભાજપનો જવાબ સ્પષ્ટ હોય છે: મુસ્લિમ જ પોતાના લોકોનું કામ કરી શકે એવું કોણે કહ્યું? હિન્દુ કેમ મુસ્લિમ સમાજનું કામ ન કરી શકે?
અને મોદીની ભાજપ સરકારે પુરવાર કર્યું છે કે પોતાની તમામ યોજનાઓનો લાભ દેશમાં- રાજ્યમાં તમામ જાતિધર્મના લોકોને મળે છે. આની સામે કોંગ્રેસના વડાપ્રધાન મનમોહન સિંહે શું કહેલું તે યાદ છે? ‘ભારતનાં સંસાધનો પર સૌથી પહેલો હક્ક મુસ્લિમોનો છે.’
મોદીએ ઈફતારીમાં હાજરી નહીં આપીને, જાળીદાર વાટકા ટોપી નહીં પહેરીને પણ દેશના મુસ્લિમોને પોતાના ગણ્યા છે. કોંગ્રેસીઓ દેખાડા કરતાં, એકબીજાને લડાવી મારતા અને આતંકવાદીઓને છુપી મદદ કરતા. મોદીએ દેખાડો કરવો પડતો નથી. મોદીએ હુલ્લડો બંધ કરાવ્યાં અને આતંકવાદીઓને છાવરવાનું બંધ કરીને એમના મદદગારોને કાનૂની સકંજામાં લીધા. મોદીએ આતંકવાદીઓને મદદ કરતી, દેશના વિકાસમાં અવરોધરૂપ બનતી, દેશમાં અરાજકતા ફેલાવતી, સિવિલ વોર (ગૃહયુદ્ધ)નું વાતાવરણ સર્જવા હિન્દુ-મુસ્લિમ સમુદાયો વચ્ચે ફાટફૂટ પડાવતી હજારો ‘સેવા સંસ્થાઓ’ અર્થાત્ એન.જી.ઓ. (નોન ગવર્નમેન્ટલ ઓર્ગેનાઈઝેશન) સામે 2014માં આવતાંવેંત કાનૂની પગલાં લીધાં. નિયમ મુજબ તમે લોકો તમારા હિસાબકિતાબ સરકારમાં કેમ સબમિટ નથી કરતા, લાયસન્સ વિના શેનું ફોરેન ફંડિંગ લઈ આવો છો વગેરે સવાલો પૂછતી નોટિસો મોકલી. આ એન.જી.ઓ.માંની હજારો એન.જી.ઓ. કોંગ્રેસના રાજમાં કૌભાંડો કરતી રહી પણ એમને પડકારનારું કોઈ નહોતું. મોદી સરકારે મોકલેલી નોટિસો પછી છ-બાર મહિનામાં જ ચાર હજાર જેટલી એન.જી.ઓ.ને તાળાં લાગી ગયાં. એ પછી સતત આ એન.જી.ઓ.ની બહેનજીઓ (તિસ્તા, મેધા ઈત્યાદિ) વિધવાવિલાપ કરીને મોદીને ગાળો આપતી રહી છે.
મોદીને અપાતી ગાળોને સોગણી કરીને આપણા સુધી પહોંચાડવાનું પાપ જેણે આજીવન કર્યું તે પ્રણય રોયની એન.ડી.ટી.વી. નામની ન્યુઝ ચેનલ હજારો કરોડનું દેવું કરીને મરણપથારીએ હતી. અદાણી એ ખરીદી લીધી એટલે પ્રણય રોયની રહીસહી આબરૂ બચી ગઈ. બાકી એમના પર મની લોન્ડરિંગથી માંડીને આવકવેરો નહીં ભરવાના અને અન્ય આર્થિક ધપલાઓ કરવાના તોતિંગ કેસો તો પેન્ડિંગ છે જ.

મીડિયા પર વારંવાર પ્રહારો થતાં રહેવાનું કારણ એ છે કે દેશના દુશ્મન બની ગયેલા કેટલાક પત્રકારોએ મોટા-મોટા મીડિયા હાઉસમાં ઘૂસીને ભારતની પ્રજાને ઊઠાં ભણાવવાનું કામ કર્યું છે, હજુય કરતા રહે છે

પ્રણય રોયના એ મીડિયા હાઉસે એક જમાનામાં રાજદીપ સરદેસાઈથી માંડીને બરખા દત્ત, વિનોદ દુબા અને બીજા ડઝનબંધ ડાબેરી, ભારતદ્વેષી પત્રકારોને પાળ્યા પોષ્યા. આમાંથી રવિશકુમાર હજુ ગઈ કાલ સુધી એન.ડી.ટી.વી.માં હતો. યુટયુબ પર પાંચ લાખથી વધુ સબસ્ક્રાઈબર્સ ધરાવતા અને ભારતના જૂજ પ્રામાણિક, નિષ્ઠાવાન પત્રકારોમાં અગ્રણી ગણાતા ભાઉ તોર્સેકર જેવા વરિષ્ટ રાજકીય વિશ્ર્લેષકે તો ખુલ્લેઆમ કહ્યું છે કે રવિશકુમાર એક વેશ્યા જેવો પત્રકાર છે. રવિશકુમારે એનું જૂનું વેશ્યાલય (કોઠો) છોડી દીધું છે પણ એણે વેશ્યાવૃત્તિ નથી છોડી, હવે એ બીજે ક્યાંક જઈને ‘ધંધો’ કરશે.
રવિશકુમાર માટેનો તોર્સેકરનો આક્રોશ સો ટકા વાજબી છે. પ્રણય રોયે ખરેખર જ ભારતને, હિન્દુત્વને, મોદીને, ભાજપને, ગુજરાતને બદનામ કરતું વેશ્યાલય જ ખોલી દીધું હતું. એન.ડી.ટી.વી. અદાણી પાસે આવી જવાથી મીડિયાના પવિત્ર વ્યવસાયમાંની એટલી ગંદકી ઓછી થઈ.
મીડિયા પર વારંવાર પ્રહારો થતાં રહેવાનું કારણ એ છે કે દેશના દુશ્મન બની ગયેલા કેટલાક પત્રકારોએ મોટા-મોટા મીડિયા હાઉસમાં ઘૂસીને ભારતની પ્રજાને ઊઠાં ભણાવવાનું કામ કર્યું છે. હજુય કરતા રહે છે.
સોનિયા ગાંધી 90ના દશકના અંતમાં રાજકારણમાં પ્રવેશવા માગતાં હતાં એટલે એમણે પ્રણય રોય જેવા ભ્રષ્ટ પત્રકારોને સાધીને લેફટિસ્ટ મીડિયાને પોતાનું બગલબચ્ચું બનાવી દીધું. કોંગ્રેસનું ખાઈ-પીને તગડા થઈ ગયેલા મીડિયા હાઉસીસ અને એના સંચાલકો તથા પ્રમુખ પત્રકારો જે કંઈ તમને પીરસે છે તેની પાછળ એક એજન્ડા હોય છે. તમારા પર સતત મારો ચલાવવો કે મોદી સરકાર નિકમ્મી છે, ભાજપ જેવો કોમવાદી રાજકીય પક્ષ ભારતનું ધનોતપનોત કાઢશે અને તમે જો ભાજપના કે મોદીના સમર્થક હશો તો તમારા જેવો બેવકૂફ નંબર વન બીજો કોઈ નહીં.
મિત્રો, ગુજરાત વિધાનસભાની વર્તમાન ચૂંટણી સંદર્ભે ‘ખાસ-ખબર’ માટે ખાસ શરૂ કરેલી ‘ઈલેકશન એક્સપ્રેસ’ સિરીઝના આજના છઠ્ઠા તથા પરમ દિવસના સોમવારના સાતમા- અંતિમ હપ્તામાં મારે તમારી સાથે આ જ વિષય પર જરા વિગતે વાત કરવી છે. મોદીને ગાળો આપનારા, મોદીને અપમાનિત કરનારા અને મોદી જેવી વિરાટ પ્રતિભા પર લાંછન લગાડવાનો પ્રયત્ન કરનારા મીડિયાને તમારે બરાબર ઓળખી લેવું જોઈએ. આ લોકો ગામના ઉતાર જેવા દેશ-વિરોધીઓને પ્લેટફોર્મ પૂરું પાડીને આપણી આંખમાં ધૂળ નાખે છે, પોતાની તિજોરીઓ છલકાવે છે.

- Advertisement -

પ્રજાનાં સુખ શાંતિ સમૃદ્ધિ માટે લેવાતા નિર્ણયોનો વિરોધ ન હોય: યોગ જે આપણી સંસ્કૃતિનો એક ભાગ છે, જેને દુનિયા આખીની સ્વીકૃતિ મળી છે તેનો જ વિરોધ આ દેશમાં કેવી રીતે હોય?

મોદી જાણે છે કે પોતે લાંબી રેસના ઘોડા છે: સાઠ-સિત્તેર વર્ષ સુધી જામી ગયેલો કચરો ઉખાડીને, ઘસીને, નવું રંગરોગાન થતાં વાર લાગશે. પોતે જે કંઈ કરી રહ્યા છે તેમાં મેગીના ટુ મિનિટ્સ નૂડલ્સ જેવા પરિણામની આશા રાખનારાઓને મોદી ગણકારતા નથી

2001માં મોદીના આવ્યા પછી ગુજરાતમાં તેમજ 2014માં સમગ્ર દેશમાં કોંગ્રેસીઓ અને ભાજપના અન્ય વિરોધીઓનો ગરાસ લૂંટાઈ ગયો છે એવા લાખો વિપક્ષી રાજકીય કાર્યકર્તા, નેતા, હોદ્દેદારો છે જેમની આંખમાં મોદી કણાંની જેમ ખૂંચે છે. આ બધા વિરોધીઓ લેફટિસ્ટ મીડિયાને સાધીને મોદી વિરૂદ્ધ પ્રચાર કરાવે છે.
વિપક્ષોની ફરજ છે શાસક પક્ષનો વિરોધ કરવાની. (કોંગ્રેસ સત્તા પર હોય ત્યારે ભાજપ પણ જોરશોરથી કોંગ્રેસનો વિરોધ કરે જ છે, કરશે જ.) પણ આ વિરોધ માત્ર પાયાની વિચારસરણીને લાગેવળગે તે બાબતો સુધી જ સીમિત હોવો જોઈએ. મોદી-શાહના વડપણ હેઠળની ભાજપ આ સમજે છે કારણ કે અત્યારના ભાજપનો ઉછેર વાજપેયી-અડવાણી જેવા દિગ્ગજોની દીર્ઘદ્રષ્ટિ તથા નિષ્ઠાને કારણે થયો છે તથા દીનદયાલ ઉપાધ્યાય, શ્યામાપ્રસાદ મુખર્જી જેવા મહાન નેતાઓએ અત્યારના ભાજપનાં બીજ, જનસંઘરૂપે વાવ્યાં હતાં. ભાજપમાં આ સમજ છે પણ કોંગ્રેસમાં નથી કે સરકાર રાષ્ટ્રહિત માટે જે નિર્ણયો લેતી હોય તેનો વિરોધ ન હોય. અહીં તો પાકિસ્તાન સામેની સર્જીકલ સ્ટ્રાઈકનો વિરોધ થાય છે, ફાર્મર્સ બિલનો વિરોધ થાય છે, રમખાણો કરનારાઓ વિરુદ્ધ લેવાતા કાનૂની પગલાંનો વિરોધ થાય છે.
પ્રજાનાં સુખ શાંતિ સમૃદ્ધિ માટે લેવાતા નિર્ણયોનો વિરોધ ન હોય. યોગ જે આપણી સંસ્કૃતિનો એક ભાગ છે, જેને દુનિયા આખીની સ્વીકૃતિ મળી છે તેનો જ વિરોધ આ દેશમાં કેવી રીતે હોય?
નોટબંધી અને જીએસટીને કારણે જે અપ્રામાણિક લોકોને ફટકો પડ્યો હોય તેમનું ઉપરાણું લઈને સરકારનો વિરોધ કરવો એ તો સરાસર બાલિશતા છે. નોટબંધીને લઈને હજુય, આજની તારીખેય, અનેક જુઠ્ઠાણાં ફેલાવીને મોદીનો વિરોધ કરનારી એક આખી લોબી કાર્યરત છે. જીએસટીને પ્રતાપે નકલી કે વિધાઉટ બિલો દ્વારા ધંધો કરનારાઓને ફટકો પડે એ સ્વાભાવિક છે. નોટબંધી અને જીએસટી શા માટે દેશના અર્થતંત્રને મજબૂત બનાવવા જરૂરી છે અને શા માટે આ બંનેના વિરોધમાં કશું વજૂદ નથી એ વિશે મેં વિગતે ઘણું બધું લખ્યું છે એટલે અહીં એનું પુનરાવર્તન કરતો નથી. ગૂગલ સર્ચ કરી લેશો.
આધારકાર્ડ સામે કેટલો મોટો વિરોધ કર્યો વિપક્ષે? આધાર, પાનકાર્ડ અને મતદાર કાર્ડને જોડીને ભારત સરકાર ભારતના સાચા નાગરિકો અને રોહિંગ્યા કે બાંગલાદેશીઓ જેવા ઘુસપેઠિયાઓને જુદા કરવા માગે છે, જેથી સરકારી રાહત યોજનાઓનો લાભ આ દેશના દુશ્મનો ન લઈ જાય.
મોદી જેવા નેતા આ દેશને અગાઉ ભાગ્યે જ મળ્યા છે. મોદીની પ્રામાણિકતા, 24 કલાક કામ કરવાની ક્ષમતા, 130 કરોડની જનતાને સાથે લઈને ચાલવાની દાનત અને મોદી જેવી લોકપ્રિયતા અગાઉ એક પણ વડાપ્રધાને જોઈ નથી. અમદાવાદના 54 કિ.મી. લાંબો રોડ શોમાં મોદીના દર્શન કરવા માટે પડાપડી કરી રહેલી ગુજરાતની પ્રજાને જોઈને મુંબઈ-દિલ્હીથી રિપોર્ટિંગ કરવા આવેલા મોદીવિરોધી પત્રકારો અચંબામાં મૂકાઈ ગયા. આ ચેનલિયાઓને લાગ્યું કે અમે દિવસ-રાત મોદીને ગાળો આપીએ છીએ છતાં આ માણસની લોકપ્રિયતા વધતી જ જાય છે એનું કારણ શું?
મોદી જાણે છે કે પોતે લાંબી રેસના ઘોડા છે. સાઠ-સિત્તેર વર્ષ સુધી જામી ગયેલો કચરો ઉખાડીને, ઘસીને, નવું રંગરોગાન થતાં વાર લાગશે. પોતે જે કંઈ કરી રહ્યા છે તેમાં મેગીના ટુ મિનિટ્સ નૂડલ્સ જેવા પરિણામની આશા રાખનારાઓને મોદી ગણકારતા નથી. દેશની કોઈપણ સમસ્યાનું નિરાકરણ જો કાયમી ધોરણે લાવવું હશે તો વાર લાગવાની છે તે મોદી જાણે છે. એટલે જ કોંગ્રેસ કે કેજરીવાલની જેમ મોદી આડેધડ વચનોની લહાણી કરતાં નથી. એમને પછેડી પ્રમાણે સોડ તાણતાં આવડે છે અને પછેડીને પુરુષાર્થ દ્વારા વધુને વધુ લાંબી-પહોળી કરવાનો અનુભવ પણ એમની પાસે છે. મોદી સમસ્યાઓના ઉકેલ માટે થૂંકપટ્ટી જોબ કરીને પ્રજાને રિઝવતા નથી. એટલે જ ટૂંકા ગાળાના સ્વાર્થ સિદ્ધ કરવાને બદલે તેઓ ગાળો ખાઈને પણ લાંબા ગાળાનું આયોજન કરવાને પ્રાથમિકતા આપે છે.
મોદીને ઝૂડવાની સિઝન તેઓ ગુજરાતમાં હતા ત્યારે નિયમિત આવતી અને કેન્દ્રમાં આવ્યા પછી દેશની દરેક વિધાનસભા- લોકસભા ચૂંટણી વખતે આવે છે. ભલે આવતી. મોદીને આ બધી ટીકાઓથી કશો ફરક નથી પડતો. તમને પણ ન પડવો જોઈએ- સોમવારે બીજા તબક્કાના મતદાનનો સમય થશે ત્યારે પોલિંગ બૂથની લાઈનમાં ઊભાં ઊભાં વિચારજો કે 2002થી 2014 સુધીનાં બાર વર્ષ દરમ્યાન ગુજરાતમાં મોદીને બદલે કોઈ કોંગ્રેસી મુખ્યપ્રધાન હોત તો એણે આ રાજ્યને કેટલું બદતર બનાવી દીધું હોત. 2014થી 2022નાં આઠ વર્ષ દરમ્યાન જો મોદી વડાપ્રધાન ન હોત અને સોનિયા ગાંધીનો કોઈ હજૂરિયો એ પદ પર હોત તો એણે આ દેશને કોઈ પછાત આફ્રિકન રાષ્ટ્ર કરતાંય વધારે પછાત બનાવી દીધો હોત.
દિવસ-રાત દેશનું કામ કરનારા નિષ્ઠાવાન, પ્રામાણિક, તેજસ્વી વડાપ્રધાનને મીડિયામાં ઘૂસી ગયેલા આજકાલના છોકરા-છોકરીઓ તેમજ ખાઈબદેલા સિનિયર પત્રકારો જ્યારે ‘આપ’ અને કોંગ્રેસના પૈસા મેળવીને બદતરમાં બદતર વિશેષણોથી નવાજતા હોય છે ત્યારે પ્રથમ દુ:ખ થાય અને પછી ગુસ્સો આવે.
આ ગુસ્સો વ્યક્ત કરવાનો એક જ સરળ માર્ગ છે-સોમવારે કમળનું બટન દબાવીને મીડિયા પરનો બધો ગુસ્સો થૂંકી નાખવો અને પછી પાંચ વર્ષ સુધી નિરાંતે ગુજરાતને એક પછી એક પ્રગતિનાં સોપાન સર કરતું જોવાનો લ્હાવો લેવો.
સોમવારે આ સિરીઝનો અંતિમ હપ્તો વાંચવાનું ચૂકશો નહીં.

 

You Might Also Like

આવાસ યોજનાના મેનેજર સૂર્યપ્રતાપસિંહ લાજવાને બદલે ગાજે છે

આજે કેવડિયામાં 72મો નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ 8 ઓક્ટોબરે યોજાશે: વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત થશે

રામનાથ મહાદેવ મંદિર પરિસરમાં પ્રથમવાર ભવ્ય ગણપતિ મહોત્સવ

વિદ્યાર્થીઓને પીરસાતું હતું વાસી ભોજનઃ લેઉવા પટેલ હોસ્ટેલ, ગોવાણી, વિવાન્તા, શિવમ સહિતની હોસ્ટેલોને દંડ ફટકરાયો

TAGGED: aap, assemblyelection, BJP, CONGRESS, Gujarat, narendramodi, VOTING
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રશિયાએ યુક્રેન સામે પરમાણુ હથિયાર સક્ષમ મિસાઇલ તૈનાત કર્યા: યુરોપની ચિંતામાં વધારો
Next Article જૂનાગઢ પર્વતારોહણ તાલીમ કેન્દ્ર ખાતેની 7 દિવસની ખડક ચડાણની તાલીમ પૂર્ણ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

મોંઘવારીથી પ્રજા ત્રાહીમામ

Khaskhabar Editor Khaskhabar Editor 39 minutes ago
દેશમાં 17 વર્ષનું સૌથી સૂકું ચોમાસું
દિલ્હી ફરી શર્મસાર : ‘પોલીસ છીએ’ કહી કાલકાજી પાર્કમાં 3 નરાધમોએ સગીરાને પીંખી નાખી
T20 ફ્રેન્ડલી મેચમાં જાપાન સામે ભારત માંડ-માંડ જીત્યું: 2 રનથી હરાવ્યું
આવાસ યોજનાના મેનેજર સૂર્યપ્રતાપસિંહ લાજવાને બદલે ગાજે છે
બામણબોર પાસે SMC ટીમનો દરોડો : દુખાવાની ટ્યુબની આડમાં સંતાડેલો 21,792 બોટલ દારૂ સહીત 1 કરોડનો મુદામાલ કબ્જે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

આવાસ યોજનાના મેનેજર સૂર્યપ્રતાપસિંહ લાજવાને બદલે ગાજે છે

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
ગુજરાત

આજે કેવડિયામાં 72મો નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહ

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાજકોટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ 8 ઓક્ટોબરે યોજાશે: વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત થશે

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?