આરોપીના 3 દિવસના રિમાન્ડ મેળવતી LCB
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.18
જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા દેગામ સરકારી અનાજના કૌભાંડ બાબતે બગવદર પોલીસ સ્ટેશનમાં આવશ્યવક ચીજવસ્તુ ધારા હેઠળ ગુનો દાખલ થયો હતો અને આ ગુનાના કામે કોઈ આરોપીની અટક થયેલી ન હોય જેથી ગુનાના આરોપીઓને સત્વરે પકડી પાડવા સૂચના આપીહતી. જે અન્વયે હ્યુમન સોર્સીસ તથા ટેકનીકલ સોર્સીસ દ્વારા ખાનગી રાહે હકીકત મળેલી કે ગુન્હાના કામે અનાજના ગોડાઉન મેનેજર નિરવ જગદીશભાઈ પંડ્યા (રહે. એચ.એમ.પી. કોલોની, કવાર્ટર નં. એટીઆરટી-4) પોરબંદરવાળો હોય અને મજકુર આરોપીહાલ હાલ દાહોદ ખાતે હોવાની હકીકત મળેલી હોય જેથી પોલીસ અધિક્ષક પોરબંદરનાઓએ સત્વરે એલ.સી.બી. સ્ટાફની એક ટીમ બનાવી ઇંઈ હીમાંશુભાઈ મક્કા તથા ઉદયભાઈ વરુને દાહોદ ખાતે તપાસ સારુ મોકલી તપાસ કરાવતા આ કામના આરોપી નિરવ જગદીશભાઈ પંડ્યા (જાતે અબોટી બ્રાહ્મણ ઉ.વ.37)ને દાહોદ ખાતેથી પકડી તા. 15-3ના ધોરણસર અટક કરી નામદાર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગણી કરી અટક કરેલા આરોપીના દિન-3ના પોલીસ કસ્ટડીના રિમાન્ડ મેળવેલ છે.
- Advertisement -
બોગસ પાસપોર્ટ સાથે ઈસમ પકડાયો
પોરબંદર બોખીરા વાછરાડાડાના મંદિર પાસે રહેતા પ્રતાપ કાકુભાઈ પરમાર બોગસ પાસપોર્ટ બનાવી અને યુકે જઈ આવેલા હોય અને પરત થોડા દિવસોથી પોરબંદર આવેલા હોવાની ચોક્કસ માહિતી મળતા સદર ઈસમને આજરોજ પોરબંદર બોખીરા વાછરાડાડાના મંદિર પાસેથી એક હેન્ડ બેગ સાથે પકડેલ જે બેગમાંથી બોગસ પાસપોર્ટ મળી આવ્યો હતો.
પોલીસે આગળની કાર્યવાહી ઉદ્યોગનગર પો.સ્ટે.ને સોંપેલ છે અને આગળની તપાસ એસ.ઓ.જી. ચલાવે છે.