ન્યૂડ ફોટોશૂટ કરાવ્યા બાદ હવે બોલિવૂડ અભિનેતા રણવીર સિંહની મુશ્કેલીઓ વધી ગઈ છે. મુંબઈ પોલીસ તેની સાથે પૂછપરછ કરશે.
રણવીર સિંહે ગત મહિને એક ઈન્ટરનેશનલ મેગેઝીન પેપરના કવર પેજ માટે ન્યૂડ ફોટોશૂટ કરાવ્યો હતો. જે બાદ તેમની સોશિયલ મીડિયા પર ભારે ટીકા થઈ હતી. પણ હવે તેની સામે મુશ્કેલીઓ આવી રહી છે. ન્યૂડ ફોટોશૂટ મામલે મુંબઈ પોલીસે હવે એક્ટરના ઘર સુધી પહોંચી ગઈ છે. જો કે, તે ઘરે હાજર નહોતો અને પોલીસને ખાલી હાથ પાછા ફરવું પડ્યું હતું. જો કે, પોલીસ રણવીરને ફરી એક વાર નોટિસ આપવા માટે જશે.
- Advertisement -
રણવીરના ઘરેથી ખાલી હાથ પાછી આવી પોલીસ
હકીકતમાં જોઈએ તો, શુક્રવારે જ મુંબઈ પોલીસ રણવીર સિંહના ઘરે પહોંચી હતી. પણ તે શહેરમાં હતો નહીં, જે બાદ તેમને ખાલી હાથ પાછા ફરવું પડ્યું હતું. એવું કહેવાય છે કે, પોલીસ ફરી એક વાર રણવીરના ઘરે નોટિસ આપવા માટે જશે. આગામી 22 ઓગસ્ટે રણવીર સાથે ચેમ્બૂર પોલીસ સ્ટેશનમાં પૂછપરછ પણ થશે.
રણવીરનો ન્યૂડ ફોટોશૂટ થયો હતો વાયરલ
- Advertisement -
રણવીર સિંહે ગત મહિને ઈન્ટરનેશનલ મેગેઝીન પેપરના કવર પેજ માટે ન્યૂડ ફોટોશૂટ કરાવ્યો હતો, જે બાદ તેને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ કરવામાં આવ્યો હતો. જો કે, રણવીર સિંહે એક ઈન્ટરવ્યૂમાં કહ્યુ હતું કે, આ મારી જીંદગી છે અને હું કોઈ પણ પ્રકારના કામ કરી શકું છું અને ઈચ્છુ તો 1000 લોકોની સામે પણ ન્યૂડ થઈ શકું છું અને તેનાથી મને કોઈ ફરક પડતો નથી, પણ જો હું આવુ કરુ તો, લોકો જરૂરથી અસહજ થઈ જશે.