સગીર બાળકી સાથે દુષ્કર્મના કેસમાં જેલવાસ ભોગવી રહેલા આસારામ બાપૂએ જામીન માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે.
સગીર બાળકી સાથે દુષ્કર્મના કેસમાં જેલવાસ ભોગવી રહેલા આસારામ બાપૂએ જામીન માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. સુપ્રીમ કોર્ટે આસારામ બાપૂની અરજી પર ગુજરાત સરકારને નોટિસ જાહેર કરી છે અને 7 સપ્ટેમ્બર સુધીમાં જવાબ માગ્યો છે. પોતાની અરજીમાં આસારામ બાપૂએ ખરાબ તબિયત અને બિમારીનો હવાલો આપતા જામીનની માગ કરી છે.
- Advertisement -
સુપ્રીમ કોર્ટમાં દાખલ અરજીમાં આસારામ બાપૂએ કહ્યું કે, તેમના પર જે રીતે ગંભીર કેસને લઈને ટ્રાયલ ચાલી રહી છે, તેથી તેમને નથી લાગતું કે, આ ટ્રાયલ તેમના વિરુદ્ધ ક્યારેય પણ ખતમ થાય. જામીન અરજીમાં એવું પણ કહેવાયુ છે કે, છેલ્લા 9 વર્ષથી જેલમાં છે અને તેમની ઉંમર 80 વર્ષથી વધારે છે. હવે તેઓ સતત માંદા રહે છે, તેથી સુપ્રીમ કોર્ટે તેમની જામીન અરજી પર વિચાર કરી તેમને જામીન આપે.
આસારામ કેટલીય વાર લગાવી ચુક્યા છે જામીન અરજી
આ અગાઉ પણ આસારામ બાપૂએ સુપ્રીમ કોર્ટમાંથી જામીન અરજી કરી ચુક્યા છે. પણ કોર્ટે તરફથી તેમને કોઈ રાહત નથી મળી. ગત વર્ષે સુપ્રીમ કોર્ટે આસારામ બાપૂને મેડિકલ આધાર પર વચગાળાના જામીન આપવાની ના પાડી દીધી હતી. આસારામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને મેડિકલ આધાર પર 6 અઠવાડીયાના જામીન માગ્યા હતા. પણ વચગાળાની અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી. આસારામ 9 વર્ષથી જોધપુર સેન્ટ્ર્લ જેલમાં બંધ છે. આ 9 વર્ષમાં તેણે પોતાની જામીન અરજી માટે નિચલી કોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી જામીન અરજી કરેલી છે, પણ તેને રાહત મળતી નથી.