ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.7
જૂનાગઢ જિલ્લા મહિલા અને બાળ અધિકારી સી,જી.સોજીત્રા અને દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી બી.ડી.ભાડ સાહેબના માર્ગદર્શન હેઠળ,બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત લાઈફ સંસ્થા તાલીમ સેન્ટર જૂનાગઢ ખાતે POCSO-એકટ 2012 અંતર્ગત સેમીનાર યોજવામાં આવેલ જેમાં POCSO-એકટ2012 એટલેશું? તેમાં બાળકોની સતામણીનાં કિસ્સા વિવિધ કાયદાકીય કલમો,સજાઓ અને મદદ વિશે સરકારની વિવિધ સેવાઓની વાત જિલ્લાબાળ સુરક્ષા અધિકારી દ્રારા કરવામાં આવી હતી. ત્યા
ર બાદ અન્ય મહિલાલક્ષી યોજનાઓ જેમકે 181-અભયમ મહિલા હેલ્પલાઇન, સખી વન સ્ટોપ સેન્ટર, પોલિસ સ્ટેશન સપોર્ટ સેન્ટર વગેરેનો લાભ કેવી રીતે મેળવી શકાય તે અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવેલ હતી તથા મહિલા અને બાળ વિભાગ હસ્તક ની અન્ય યોજનાઓ ઉઇંઊઠ નાં કર્મચારી દ્રારા માહિતી આપવામાં આવેલી જેવીકે વ્હાલી દિકરી યોજના, ગંગા સ્વરૂપા પુન:લગ્ન આર્થિક સહાય,મહિલા સ્વાવલંબન યોજના, બેટી બચાવો બેટી પઢાવો યોજનાઓની વિસ્તૃત માહિતી આપવામાં આવી ત્યારબાદ બાળ સુરક્ષા અધિકારી દ્રારા ઉપસ્થિત તમામ બહેનોને નશા મુક્તી માટે શપથ લેવડાવવામાં આવ્યા હતા.



