પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે અમદાવાદ પહોંચ્યા અને એર ઇન્ડિયા બોઇંગ 787-8 ડ્રીમલાઇનર દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી, જેમાં એક દિવસ પહેલા 242 લોકો માર્યા ગયા હતા, જે તાજેતરના સમયની સૌથી ભયાનક હવાઈ દુર્ઘટનાઓમાંની એક હતી.
વડા પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પર પહોંચ્યા અને સીધા મેઘાણીનગર વિસ્તારમાં દુર્ઘટના સ્થળ પર ગયા. તેમની સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હતા.
- Advertisement -
વડાપ્રધાને ગઈકાલે જ બપોરે આ ઘટનાના પગલે નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી નાયડુ ને અમદાવાદ પહોંચવા જણાવ્યુ હતું અને બાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમીત શાહ પણ અમદાવાદ પહોંચ્યા હતા. શ્રી મોદીએ દિવંગતોના પરિવાર પ્રત્યે પણ સંવેદનાનો સંદેશ આપ્યો હતો. આજે સવારે વડાપ્રધાન અમદાવાદ વિમાની મથકે પહોંચ્યા હતા અને સીધા દુર્ઘટના સ્થળ પર જવા રવાના થયા હતા. વડાપ્રધાન એ બાદમાં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં જે આ દુર્ઘટનામાં એકમાત્ર જીવિત મુસાફર છે. તેની મુલાકાત લીધી હતી તથા સારવારની વિગતો મેળવી હતી. બાદમાં આ વિમાન જયાં તૂટી પડયુ તે સ્થળે મેડીકલ કોલેજ હોસ્ટેલ અને તેની આસપાસના લોકો ઈજાગ્રસ્ત થયા હતા તેની પણ મુલાકાત લીધી હતી. બાદમાં સર્કિટ હાઉસ ખાતે શ્રી મોદીએ એક ઉચ્ચ કક્ષાની બેઠક યોજી હતી. જેમાં એવીએશન એરઈન્ડીયા તથા એરપોર્ટના સીનીયર અધિકારીઓ હાજર હતા. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર યાદવ અને નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી નાયડુએ પણ બેઠકમાં ભાગ લીધો હતો.
મોદી બાદમાં આજે જ લંડનથી અમદાવાદ પહોંચેલા સ્વ. વિજયભાઈ રૂપાણીના ધર્મપત્ની અંજલીબેન તથા અન્ય પરિવારજનોને ગાંધીનગરમાં મળ્યા હતા તથા પોતાની સંવેદના દર્શાવી હતી. આ ઘટના અંગે નાગરિક ઉડ્ડયન વિભાગની ઉચ્ચ કક્ષાની તપાસ ટીમ પણ ગઈકાલે રાત્રીનાજ અમદાવાદ પહોંચી ગઈ છે અને અહી તપાસનો હવાલો સંભાળી લીધો છે.
- Advertisement -