સાત સમુદ્ર પાર પ્રેમસંબંધ થયો અને સનાતન હિન્દૂ ધર્મ રીતિ રિવાજ પ્રમાણે લગ્નગ્રંથિથી નવવધૂ જોડાયા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.22
- Advertisement -
જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના ડેરવાણ ગામના વતની અને હાલમાં મુંબઈ વસવાટ કરતા શ્રી નાથળિયા ઉનેવાળ બ્રાહ્મણ ઉલ્લાસભાઈ નવલશંકર મહેતાના સુપુત્ર શ્રી પ્રશાંતભાઈ અમેરીકામાં જોબ કરી રહ્યા છે તેમની સાથે જોબ કરતી ફીલીપીન્સની છોકરી ક્રિસ્ટલને બંનેને પ્રેમસંબંધ બંધાતા, પ્રેમ ને કોઈ સિમાડા હોતા નથી, પ્રેમને કોઈ બંધન હોતા નથી અને વિધાતા એ લખેલા લેખ કોઈ મિથ્યા કરી શકતું નથી તેના દ્રષ્ટાંત રૂપે જૂનાગઢમાં સનાતન હિન્દુ સંસ્કૃતિ મુજબ ધામધુમથી તેમનો લગ્ન સમારોહ ઉજવાયો હતો. અને વડીલો એ આશિર્વાદ આપ્યા હતા.આજના આધુનિક યુગમાં વરરાજાના દાદીમા શ્રીમતી કંચનબેન નવલશંકર મહેતા કે જેઓ 86 વર્ષે સશકત છે અને તેમણે આ નવવધૂને આવકારી હૃદયના ભાવથી આશિર્વાદ આપ્યા હતા.