નાગર રોડ વિસ્તારના લોકો ભૂગર્ભ ગટરના લીધે રસ્તા પર ઉતર્યા
વેપારીઓએ દુકાન બંધ રાખી ભૂગર્ભ ગટરના કામનો વિરોધ કર્યો
- Advertisement -
થોડા દિવસો અગાઉ માંગનાથ વેપારીએ વિરોધ કર્યો હતો
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ શહેરમાં ભૂગર્ભ ગટરના કામ થી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.થોડા દિવસો અગાઉ માંગનાથ રોડના વેપારી ઉગ્ર વિરોધ કરીને ભૂગર્ભ ગટરનું કામ અટકાવ્યું હતું અને ત્યાર બાદ મનપા સત્તાધીશો સાથે વેપારીની બેઠક યોજાય હતી જેમાં વેપારી ભાઈઓએ શરત મુજબ કામ થાય તો ભૂગર્ભ ગટર કામ કરવાની માંગ કરતા તે શરત મુજબ કામ શરુ થયું હતું. આજે શહેરના કળવા ચોક થી દીવાન ચોક સુધી નાગરવાડા વિસ્તારના મુખ્ય રોડ પર ભૂગર્ભ ગટરનું કામ શરુ થતા સ્થાનિક વેપારી સહીતના ટોળા એકઠા થયા હતા અને રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અને વેપારી ભાઈઓએ ટપોટપ દુકાનો બંધ કરી ભૂગર્ભ ગટરની વિરોધ કર્યો હતો અને કામ અટકાવી દીધું હતું હાલ જે રીતે શહેરમાં ભૂગર્ભ ગટરનું કામ મંદગતિએ થઇ રહ્યું છે તેની સામે વેપારીઓની નારાજગી છે ભૂગર્ભ ગટર કામના લીધે ઘણા સમય સુધી કામ ચાલે છે અને મેન રોડ પર ખોદાયેલ ખાડાને લીધે લોકો મુશ્કેલીનો સામનો કરે છે.અને વેપારીઓને ધંધા રોજગાર પર અસર પડે છે.જેના લીધે વેપારીઓમાં રોષ છે જો ભૂગર્ભ ગટરનું કામ વેહલી તકે શરુ થાય અને સમય સર પૂર્ણ થાય તો વેપારીને અને સ્થાનિક લોકોને ફાયદો થાય તેવો શૂર જોવા મળ્યો હતો. જૂનાગઢ શહેરના નાગર રોડ પર દુકાનો બંધ કરી ભૂગર્ભ ગટરનો વિરોધ શરુ થતા મહાનગર પાલીકા ડે.મેયર ગીરીશભાઈ કોટેચા તુરંત દોડી આવ્યા હતા અને વેપારી ભાઈઓ અને સ્થાનિક લોકો સાથે ચર્ચા કરી હતી જેમાં ડે.મેયરે લોકોને જણાવ્યું હતું કે, આ ભૂગર્ભ ગટરનો પ્રોજેક્ટ કોર્ટની ગાઈડ લાઈન મુજબ રાજ્ય સરકાર સમગ્ર રાજ્યમાં ભૂગર્ભ ગટરના કામ કરાવી રહી છે જેમાં વરસાદી પાણી અને ગંદા પાણીનો અલગ અલગ નિકાલ થાય અને તેને શુદ્ધ કરીને ફરી ઉપયોગમાં લેવાય તેવા હેતુ માટે સમગ્ર રાજ્યમાં ભૂગર્ભ ગટરનું કામ ચાલી રહ્યું છે.આ કામ કોઈ માત્ર જૂનાગઢ પૂરતું નથી તેમ કહીને સ્થાનિક લોકોને સમજાવ્યા હતા અને મામલો થાળે પાડયો હતો.
- Advertisement -
જૂનાગઢમાં ચાલતા ભૂગર્ભ ગટરના કામમાં ગતિ ક્યારે આવશે ?
જૂનાગઢ શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી ભૂગર્ભ ગટરના કામ ચાલી રહ્યા છે.ત્યારે લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.જે રીતે ભૂગર્ભ ગટરની કામગીરી મંદ ગતિથી થઇ રહી છે તેના લીધે ખોદેલા ખાડા બાદ ફરી રોડ તાત્કાલિક બનતો નથી અને લોકોએ ઘણા સમય સુધી ખરાબ રસ્તાના લીધે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.શહેરના અનેક વિસ્તરામાં ભૂગર્ભ ગટરના કામ પૂર્ણ થઇ ગયા છે છતાં હજુ સુધી રોડ નથી બન્યા અને જેના લીધે શહેરમાં ભૂગર્ભ ગટર કામ સાથે ગેસ પાઇપ લાઈન કામના કામ લીધે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.