ખાસ-ખબર ન્યૂઝ ગિર સોમનાથ, તા.17
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર નજીકના વિસ્તારમાં અનેક વખત દીપડાના આંટાફેરા જોવા મળ્યા છે ત્યારે ગઈકાલે ફરી એક વખત દીપડો જોવા મળતા લોકોમાં ભયનો માહોલ છવાયો છે.સોમનાથના પાર્કિંગ નજીક બની રહેલા કલા કેન્દ્રમાં દીપડો જોવા મળ્યો હતો.સોશ્ર્યલ મીડિયા પર વીડિયો વાયરલ થતા સ્થાનિકોમાં ભય છવાયો છે.