આજે પુરા વિશ્વમાં ૩૧ ડિસેમ્બરની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે.ત્યારે બહુચરજીના બે યુવાનો છેલ્લા પાંચ વર્ષથી અલગ રીતે ૩૧ ડિસેમ્બરની ઉજવણી કરે છે.અને બીજા યુવાનો માટે પ્રેરણાદાયી પણ છે.
આજે ૩૧ ડિસેમ્બર એટલે કે વર્ષનો છેલ્લો દિવસ આ દિવસે ઉજવણી લોકો અલગ અલગ રીતે કરતા જોવા મળે છે.એમાં પણ ખાસ કરીને આજનો યુવાન મોડી રાત્રી સુધી ડાન્સ પાર્ટીઓ તેમજ શરાબની મહેફિલમાં તેમજ અન્ય રીતે આ દિવસની ઉજવણી કરે છે.અને રૂપિયો તેમજ સમયનો વ્યય કરે છે.ત્યારે મહેસાણા ના બહુચરાજીના નાના એક સલૂન ધારક બે વ્યક્તિઓ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી અનોખી રીતે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.બહુચરાજીના નાના એવા સલૂન જે કે હેર સ્ટાઇલ નામની સલૂન ચલાવતા બે મિત્રો દિનેશ પારેખ અને શૈલેષ વાળંદ છેલ્લા પાંચ વર્ષથી ૩૧ ડિસેમ્બર અને ૧ જાન્યુઆરીના રોજ પોતાના સલૂનમાંથી જે કઈ પણ આવક આવે તે તમામ આવક એ મૂંગા અને અબોલ જીવો માટે ખર્ચા કરે છે.પોતાની દરિયાદીલી થકી આજે એક ઉમદા ઉદાહરણ પૂરું પાડે છે.દાન કરવું એક સ્વભાવિક રીત છે.પણ એમાં એક નાનો વ્યકતિ કે જે આ બે દિવસની પોતાની દુકાનની તમામ આવક દાનમાં આપી દેવી એ ખૂબ જ મોટી વાત છે.નાના વહેપારી અને એમાંય અને નાનું એવું સલૂન ચલાવતા આ બે મિત્રો પોતાની આ દરિયાદીલીથી બહુચરાજી પંથકમાં બધાનું દિલ જીતી લીધું છે.અત્યારના સમયમાં લોકો પોતાના પરિવારનું ભલું કરવાની જ્યારે જાણે ફુરસદ નથી. ત્યારે આ બે યુવાનો વધુમાં વધુ લોકો ૩૧ ડિસેમ્બર તેમજ ૧ જાન્યુઆરી દરમિયાન પોતાના સલૂનમાં આવે અને મોટી રકમ એકત્રિત થાય તે માટે સોસિયલ મીડિયાના માધ્યમથી જાહેરાત કરે છે.અને આવક એકત્રિત કરે છે.અને પોતે પોતાના ગ્રાહકોને આ દાનમાં ભાગીદારી બનાવી પુણ્યનું ભાથું બાંધી રહ્યા છે.નાના માણસ પોતાની રોજ રોજની કમાણી ઉપર પોતાના ઘરનો નિર્વાહ કરતો હોય છે.ત્યારે આ બે યુવાનો અબોલ જીવો માટે આગળ આવી પુણ્યનું કામ કરી રહ્યા છે.હાલમાં પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરી રહેલા યુવાનો આર્થિક તેમજ શારીરિક બરબાદીમાં વળી રહ્યા છે.ત્યારે બહુચરાજીમાં નાની એવી સલૂન ચલાવતા બે યુવકોએ અન્ય વહેપારીઓ તેમજ યુવાનોને એક ઉત્તમ દાખલો બેસાડ્યો છે.
જેઠી નિલેષ પાટણ.