પશુપતિ પારસે મોદીની કેબિનેટમાંથી રાજીનામું આપવાની જાહેરાત કરતા કહ્યું કે, મને લાગે છે કે મે વફાદારીથી એનડીએની સેવા કરી. મારી સાથે વ્યક્તિગત રીતે અન્યાય કરવામાં આવ્યો છે.
નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) માં સીટની વહેંચણીથી નારાજ લોક જનશક્તિ પાર્ટી (LJP) ના પ્રમુખ પશુપતિ પારસે મોદી કેબિનેટમાંથી રાજીનામું આપ્યું છે. તેમણે પત્રકાર પરિષદમાં રાજીનામાની જાહેરાત કરી હતી. પારસે કહ્યું કે અમારી સાથે વ્યક્તિગત રીતે અન્યાય થયો છે.
- Advertisement -
પશુપતિ પારસે કહ્યું, “મેં સમર્પણ અને વફાદારી સાથે NDAની સેવા કરી, પરંતુ મારી સાથે વ્યક્તિગત રીતે અન્યાય થયો. આજે પણ હું પીએમ મોદીનો આભાર માનું છું.
આરજેડી સાથે વાત કરતાં પારસે કહ્યું કે, હું જેટલું ઇચ્છતો હતો તેટલું બોલ્યો છું. અમે અમારી પાર્ટીના વરિષ્ઠ કાર્યકરો સાથે બેસીને ભવિષ્યની રાજનીતિ નક્કી કરીશું.
RLJP President Pashupati Kumar Paras resigns as Union Minister. pic.twitter.com/UyoHaLHrl8
- Advertisement -
— ANI (@ANI) March 19, 2024
પારસે પીએમ મોદીને પત્ર મોકલ્યો હતો.
પશુપતિ પારસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે , “સર, હું તમને જણાવવા માંગુ છું કે કેટલાક અનિવાર્ય કારણોસર, હું તાત્કાલિક અસરથી મંત્રી પરિષદમાંથી રાજીનામું આપી રહ્યો છું. આ સમય દરમિયાન, મંત્રી પરિષદના સભ્ય તરીકે મારામાં તમારો વિશ્વાસ વ્યક્ત કરવા બદલ તમારો આભાર.
NDAએ સોમવારે (18 માર્ચ) બિહારમાં સીટ વહેંચણીની જાહેરાત કરી હતી. જેમાં પારસના ભત્રીજા ચિરાગ પાસવાનને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ)ને પાંચ બેઠકો આપવાની જાહેરાત કરવામાં આવી હતી. સીટ શેરિંગ અંતર્ગત ભાજપ 17 સીટો પર, જેડીયુ 16 સીટો પર, હમ એક સીટ પર અને ઉપેન્દ્ર કુશવાહાની પાર્ટી એક સીટ પર ચૂંટણી લડશે.
#WATCH | RLJP President Pashupati Kumar Paras says, "Yesterday, the NDA alliance announced the list of 40 candidates for Bihar Lok Sabha…Our party had five MPs & I worked with utmost sincerity…Injustice has been done with us & our party. Therefore, I resign from the post of… pic.twitter.com/XAeMoDpjdV
— ANI (@ANI) March 19, 2024
લોક જનશક્તિ પાર્ટી (LJP)ના સંસ્થાપક રામવિલાસ પાસવાનના નિધન બાદ પાર્ટીમાં ભાગલા પડી ગયા હતા. એલજેપીના છમાંથી પાંચ સાંસદો પારસ જૂથમાં જોડાયા. એટલું જ નહીં પશુપતિ પારસને મોદી કેબિનેટમાં મંત્રી બનાવવામાં આવ્યા હતા.
આ પછી પણ ચિરાગ પાસવાન સક્રિય રહ્યા અને હવે એનડીએમાં સમીકરણો બદલાઈ ગયા છે. જેનાથી નારાજ થઈને પારસે રાજીનામું આપી દીધું છે.