દેખાવો કરી ઈઝરાયલ વિરોધી કર્યો સુત્રોચ્ચાર
ખાસ-ખબર સંવાદદાતા
ઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધની અસર હવે દુનિયાભરમાં જોવા મળી રહી છે. તાજેતરના અહેવાલો અનુસાર રશિયામાં દાગેસ્તાનના મખાચકાલા શહેરમાં એરપોર્ટ પર પેલેસ્ટિની સમર્થકો અચાનક રન-વે પર ઉતરી આવ્યા હતા. દેખાવો કરી રહેલા આ લોકોએ રન-વે બંધ કરી દીધો હતો.
તેમનો એક વીડિયો પણ સામે આવ્યો હતો. જેમાં દેખાવકારોની એક મોટી ભીડ એર ટર્મિનલમાં પ્રવેશતા અને પછી અંદર તોડફોડ મચાવતી જોવા મળી રહી છે. દેખાવકારોએ એરપોર્ટની ઈમારત પર જાણે કબજો કરી લીધો હતો. અહીં પેલેસ્ટાઈનનું રાષ્ટ્રધ્વજ ફરકાવાયું હતું. તેમણે યહૂદી વિરોધી સૂત્રોચ્ચાર કરતાં તેલ અવીવથી આવનારા ફ્લાઈટોમાં યહૂદીઓની શોધખોળ શરૂૂ કરી દીધી હતી. ઘટના સામે આવ્યા બાદ ઈઝરાયલે રશિયન ઓથોરિટીને યહૂદીઓનું સુરક્ષા સુનિશ્ર્ચિત કરવા માટે અપીલ કરી હતી.
- Advertisement -