ખાસ-ખબર સંવાદદાતા
કેન્દ્ર સરકાર દ્વારા વોકલ ફોર લોકલ તેમજ સ્થાનિક ઉત્પાદનો અને તેની નિકાસને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.કેન્દ્ર સરકારની મિનિસ્ટ્રી ઓફ પર્સનલ ગ્રીવન્સ વિભાગ દ્વારા હોલિસ્ટિક ડેવલોપમેન્ટ થ્રુ વન ડીસ્ટ્રીકટ વન પ્રોડકટ ઈનીશીયેટીવ પી.એમ.એવોર્ડ -21 માટે દરેક જિલ્લામાંથી કોઈ પણ એક પ્રોડક્ટ અંગે એવોર્ડ માટે પ્રોત્સાહન આપવામાં આવતાં રાજકોટ જિલ્લામાંથી કલેકટર શ્રી અરુણ મહેશ બાબુએ જિલ્લાની ઇન્ડસ્ટ્રીઝ અંતર્ગત માટે આ એવોર્ડ માટે નોમિનેશન નોંધાવ્યું છે.
- Advertisement -
રાજકોટ જિલ્લામાં ઇન્ડસ્ટ્રીઝ વિસ્તાર નોંધપાત્ર છે અને એન્જિનિયરિંગ ગુડસમાં રાજકોટ જિલ્લો સમગ્ર દેશમાં મહત્વનું સ્થાન ધરાવે છે. પ્રથમ રાઉન્ડમાં જિલ્લાની સિદ્ધિઓ રજૂ કરાયા બાદ ગઇ કાલે બીજા રાઉન્ડમાં કલેકટર કચેરી ખાતે વિડીયો કોન્ફરન્સ મારફતે શ્રી અરુણ મહેશ બાબુએ રાજકોટ જિલ્લાની આ પ્રોડક્ટ અને તેની સફળતા અને સિદ્ધિઓ તેમજ તેના માપદંડો અને અગત્યની માહિતી રજૂ કરી હતી.
આ ઉપરાંત કેન્દ્ર સરકારના સંબંધિત અધિકારીઓ સમક્ષ વિડીયો કોન્ફરન્સ મારફત રાજકોટ જિલ્લાના ઉત્પાદનો,નિકાસ અને વૈશ્વિક મહત્વ ની માહિતી આપી હતી.રાજકોટ જિલ્લામાં નિકાસ વધે તે માટે કરવામાં આવેલા આ પ્રયાસના ભાગરૂપે ડીસ્ટ્રીક એક્સપોર્ટ પ્રોમોશન કમિટી.ડી.પી.ઇ.સી અને યોજાયેલ સેમિનાર સહિતની માહિતી પણ આપવામાં આવી હતી.


