મતદાનથી વંચિત રહેતાં જૂનાગઢનાં ઉપલા દાતારની જગ્યાનાં મહંતની રોચક કહાની ‘ખાસ-ખબર’માં…
ઉપલા દાતારની જગ્યા આસાન સિધ્ધ જગ્યા છે, અહીંનાં મહંત નીચે ઉતરતાં નથી
- Advertisement -
આઝાદી સમયથી ભીમબાપુ ત્રીજા મહંત પણ મતદાન નથી કર્યું, મતદાન મથક ઊભું કરવા માંગ
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢમાં ઉપલા દાતારની જગ્યા આવેલી છે. અહીં આદાઝી બાદ 3 મહંત થયા છે.પરંતુ અહીંનાં મહંત કોઇ પણ ચૂંટણીમાં મતદાન કરી શકતા નથી. મતદાન કરી શકવાની રોચક કહાની ખાસ ખબરમાં.દાતારની જગ્યામાં મહંતની પરંપરા અને આસાન સિધ્ધ જગ્યા હોવાનાં કારણે કોઇ પણ મહંત મતદાન કરી શકતા નથી. જૂનાગઢ ગિરનાર સમીપ ઉપલા દાતારની જગ્યા આવેલી છે.ઉપલા દાતારની જગ્યામાં આઝાદી સમયથી જે પણ મહંત બિરાજમાન થયા તેને કોઈ દિવસ મતદાન કરી શકયા નથી. કારણ કે,ઉપલા દાતારની જગ્યાના મહંત વિષે વાત કરીયે તો ત્યાંના મહંત માટે ઉપલા દાતારની જગ્યા આસાન સિધ્ધ તરીકે ઓળખાઈ છે.કોઇ પણ વ્યક્તિ જગ્યાના મહંત બને તે કોઈ દિવસ જગ્યા છોડીને ક્યાંય પણ જતા નથી. આઝાદી બાદ પટેલ બાપુ જગ્યાના મહંત પદે બિરાજમાન હતા. પટેલ બાપુ એ ક્યારેય મતદાન નથી કર્યું. બાદ ઉપલા દાતાર જગ્યાના મહંત પદે વિઠ્ઠલબાપુ બિરાજમાન થયા. પરંતુ વિઠલબાપુએ પણ કોઈ દિવસ મતદાન નથી કર્યું અને બંને મહંત બ્રહ્મલીન થતા બંને મહંતને સમાધિ જગ્યા પરીસર આપવામાં આવી છે. આજે પણ પટેલ બાપુ અને વિઠ્ઠલબાપુની સમાધિ સ્થળે અખંડ જ્યોત જોવા મળે છે.હાલના મહંત ભીમબાપુ જગ્યાનો કાર્યભાળ સંભાળ્યો છે અને મહંત પદે બિરાજમાન છે. ભીમબાપુના જણવ્યા અનુસાર ઉપલા દાતારની જગ્યા આસાન સિદ્ધ જગ્યા છે. જગ્યાનાં મહંત બન્યા બાદ કોઈ દાતારની જગ્યા છોડી નીચે ઉતરતા નથી. પટેલબાપુ અને વિઠ્ઠલબાપુ બ્રહ્મલીન થયા પણ બંને મહંતે મતદાન નથી કર્યું. વર્ષોના વાણા વીતી ગયા ઉપલા દાતારના કોઈ પણ મહંત મતદાન કરી શકતા નથી. લોકશાહીને જીવંત રાખવા પવિત્ર મતદાન કરવાની દરેક નાગરિકની ફરજ છે અને લોકશાહીમાં દરેક નાગરિકે પોતાનો પવિત્ર મત આપવો જોઈએ. તેવી અપીલ પણ કરી હતી. જો ચૂંટણી પંચ ઉપલા દાતાર જગ્યામાં મતદાન મથક ઉભું કરવામાં આવેતો હું મારા પવિત્ર મત આપી શકુ. લોકશાહીનું પર્વ માનીને મતદાન અચૂક કરીશ અને મારો કિંમતી અને પવિત્ર મતનું મતદાન કરીશ તેવી અપીલ ભીમબાપુ એ ચૂંટણી પંચને કરી છે.
- Advertisement -
લોકશાહીના પર્વ માટે એક એક મત કિંમતી હોય છે
દેશની લોકશાહી માટે ચૂંટણી પંચ દ્વારા એક એક મત ની કિંમત હોઈ છે. દેશનો કોઈપણ નાગરીક મતદાનથી વંચિત ના રહે તેના માટે ખાસ કાળજી લેવામાં આવતી હોઈ છે.વધુમાં વધુ મતદાન થાય તેવી દેશના નાગરિકોને અપીલ કરવામાં આવતી હોઈ છે અને આપનો કિંમતી અને પવિત્ર મતનું મતદાન કરવા અપીલ કરવામાં આવતી હોઈ છે. હવે ઉપલા દાતાર જગ્યામાં મતદાન મથક ઉભું કરવામાં આવેતો એક મત માટે મતદાન મથક ઉભું કરવાની અપીલ ઉપલા દાતારના જગ્યાના મહંતે અપીલ કરી છે.
બાણેજની જગ્યામાં એક મત માટે મતદાન મથક ઉભું થયું હતું
મધ્ય ગીર કનકાઈ માતાજીની જગ્યા પાસે બાણેજની જગ્યા આવેલી છે. ત્યાંના મહંત ભરતદાસ બાપુ માટે ચૂંટણી પંચ દ્વારા એક મત માટે મતદાન મથક ઉભું કરવામાં આવ્યું હતું ત્યારે લોકસભા ની ચૂંટણી હોઈ કે વિધાનસભાની ભરતદાસ બાપુ અચૂક મતદાન કરતા હતા. બાણેજ જગ્યાના મહંત ભરતદાસ બાપુ બ્રહ્મલીન થતા તેના શિષ્ય જગ્યા સંભાળી રહ્યાં છે.