કર્મચારીઓનું આર્થીક શોષણ થતું હોવાનાં ગંભીર આક્ષપે કર્યા
ખાસ-ખબર સંવાદદાતા
જેટકોનાં આઉટ સોર્સિટ કર્મચારીઓનો વિરોધ હવે દિનપ્રતિદિન વધી રહ્યો છે. આજે કર્મચારીઓને ધરણા કર્યા હતાં અને કાલથી હડતાળ ઉપર ઉતરી થશે.જેટકોનાં આઉટ સોર્સિટ કર્મચારીઓએ જણાવ્યું હતું કે,જેટકો કંપનીમાં 15 વર્ષ સુધીનો અનુભવ ધરાવતા લોકોને પણ 7 થી 8 હજાર રૂપિયા વેતન આપવામાં આવી રહ્યું છે.
- Advertisement -
ઉચ્ચશિક્ષણ અને કામનો પુરતો અનુભવ હોવા છતા પુરતું વેતન આપવામાં આવતું નથી. હાલની મોંઘવારીને જતા કર્મચારીઓનો ઓછામાં ઓછો પગાર 18200 સુધીનો હોવો જોઇએ. તેમજ વર્ષનાં અંતે મોંઘવારી પ્રમાણે 10 ટકા વેતનમાં વધારો મળવો જોઇએ. કર્મચારીઓ અને તેના પરિવારને મેડીકલનો લાભ મળવો જોઇએ. કર્મચારીઓ હાઇવોલ્ટેજ સીસ્ટમમાં જોખમી કામ કરતા હોય જેથી કર્મચારીઓને રિસ્ક એલાઉન્સ પણ મળવું જોઇએ. કર્મચારીઓ તા. 15 સપ્ટેમ્બરનાં કાર્યસ્થળ પર કાળી પટી ધારણ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.. બાદ આજે ધરણા ઉપર ઉતરી ગયા હતાં. અને તારીખ 17નાં હડતાળ કરશે.