By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    વિરોધ પ્રદર્શનો વચ્ચે ટ્રમ્પની ‘લોસ એન્જલસમાં મરીન’ ધમકીને ગવર્નર દ્વારા ફગાવી દેવામાં આવી
    7 hours ago
    ઇઝરાયલે ગાઝા જતી સહાય જહાજને અટકાવી, ગ્રેટા થનબર્ગ અને અન્ય અગ્રણી કાર્યકરોની અટકાયત કરી
    7 hours ago
    BRICS સંસદીય મંચે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી, આતંકવાદ સામે સામૂહિક કાર્યવાહીની પ્રતિજ્ઞા લીધી
    2 days ago
    અમેરિકા પર પ્રહાર કરતા, રશિયાએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના ઝઘડા વચ્ચે એલોન મસ્કને આશ્રય આપવાની ઓફર કરી
    2 days ago
    ટ્રમ્પ સાથેના ઝઘડા વચ્ચે એલોન મસ્ક નવો રાજકીય પક્ષ શરૂ કરશે? ટેસ્લાના બોસે મોટો સંકેત આપ્યો
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઉત્તર ભારતમાં ભીષણ ગરમી, લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા
    59 minutes ago
    10 હજાર કરોડના પ્રોજેકટનો પ્રસ્તાવ તૈયાર, સેનાને મળશે ત્રણ આઈ-સ્ટાર જાસૂસી વિમાન
    1 hour ago
    પાણી માટે તડપતું પાકિસ્તાન : સિંધુ જલ સંધી બહાલ કરવા માટે ભારતને કરી આજીજી
    1 hour ago
    ભારતમાં આઝાદી બાદ પ્રથમ સોનાની ખાણ શરૂ થશે
    1 hour ago
    વિરાટ કોહલી અને રોહિત શર્મા માટે સ્પેશિયલ ફેરવેલ, ઑસ્ટ્રેલિયામાં ખાસ તૈયારી: રિપોર્ટ
    1 hour ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કાર્લોસ અલ્કારેજે સતત બીજા વર્ષે ફ્રેન્ચ ઓપન જીત્યું, વર્લ્ડ નંબર-1 જેનિક સિનરને હરાવ્યો
    2 hours ago
    ભારતીય ટીમનું ટેન્શન પણ વધ્યું : પ્રેક્ટિસ સેશન દરમિયાન વાઇસ કેપ્ટન ઋષભ પંત ઈજાગ્રસ્ત
    6 hours ago
    બેંગલુરુમાં થયેલ નાસભાગ મામલે વિરાટ કોહલી વિરૂદ્ધમાં FIR નોંધાઈ
    2 days ago
    જો આપણે ભીડને સંભાળવા માટે તૈયાર ન હોઈએ તો રોડ શોની જરૂર નથી: કોચ ગૌતમ ગંભીર
    3 days ago
    નિખિલ સોસાલે કોણ છે? જેની બેંગલુરુમાં થયેલી ભાગદોડ કેસમાં ધરપકડ કરવામાં આવી
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    જાણો તમારી ફેવરિટ ટીવી ઈન્ડસ્ટ્રીની અભિનેત્રીઓ કેટલું કમાય છે
    6 hours ago
    ‘મિશન: ઇમ્પોસિબલ – ધ ફાઇનલ રેકનિંગ’માં પેરાશૂટ સળગાવવાનો સ્ટંટ કરીને ટોમ ક્રૂઝે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો
    6 hours ago
    ટીવી અભિનેત્રી દીપિકા કક્કરે કરાવ્યું લીવર કેન્સરનું ઓપરેશન
    2 days ago
    જાહ્નવી તથા સિદ્ધાર્થની ફિલ્મ પરમસુંદરી જુલાઈને બદલે ઓગસ્ટમાં રીલિઝ થઈ શકે
    2 days ago
    હાઉસફૂલ 2ની અભિનેત્રીએ સિક્રેટ રીતે લગ્નના સાત ફેરા લીધા
    3 days ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે
    3 days ago
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    1 week ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    1 week ago
    આજે શનિજયંતી અને સોમવતી અમાસ
    2 weeks ago
    આ વખતે 2 દિવસ નિર્જળા એકાદશી છે, જાણો પારણાનો સમય કયો છે
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    2 weeks ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    3 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    4 weeks ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    1 month ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ફેક્ટરીનો મુખ્ય દરવાજો યોગ્ય દિશામાં રહેલ હશે તો ઓર્ડર હંમેશા મળતા રહેશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Rajesh Bhatt > ફેક્ટરીનો મુખ્ય દરવાજો યોગ્ય દિશામાં રહેલ હશે તો ઓર્ડર હંમેશા મળતા રહેશે
AuthorRajesh Bhatt

ફેક્ટરીનો મુખ્ય દરવાજો યોગ્ય દિશામાં રહેલ હશે તો ઓર્ડર હંમેશા મળતા રહેશે

Khaskhabar Editor
Last updated: 2022/02/05 at 3:16 PM
Khaskhabar Editor 3 years ago
Share
8 Min Read
SHARE

સ્પેસ, લેન્ડ । સેલ્ફ 
– રાજેશ ભટ્ટ 

ગયા અઠવાડિયાની જ વાત છે. એક ઉદ્યોગપતિ ક્લાયન્ટ માટે તેમની નવી ફેકટરીની નવી સાઈટ માટે જગ્યાની પસંદગી કરવાની હતી. નિયત સમયે અમોએ પ્લોટની વીઝીટ કરી પરંતુ એનર્જી ઈન્સ્ટ્રુમેન્ટથી એનર્જી ચેક કરતાં ઘણી ઓછી એનર્જી આવી રહી હતી. પ્લોટ ઘણો મોટો હતો તેથી ચારેય ખૂણામાં પણ ચેક કરતાં ત્યાં પણ સારી ઊર્જાનું પ્રમાણ ખૂબ જ ઓછું હતું. અમોને કશું અજુગતુ લાગ્યું, એટલે આજુબાજુની ફેકટરીની પરિસ્થિતિ વિશે પૃચ્છા કરતા જાણકારી મળી કે તે શેરીમાં કોઈ પણ ફેકટરી બરાબર ચાલતી નથી. દરેક ફેકટરીમાં નાના-મોટા અકસ્માતો થવા તથા કામદારોને લગતી સમસ્યાઓ વારંવાર આવ્યા કરે છે. અપવાદ રૂપ એક-બે ફેકટરીમાં સારા ઓર્ડર છે તો ત્યાં ઠીકથી પ્રોડકશન થઈ શકતું નથી અને બાકી રહેલી ફેકટરીમાં કામ નથી.

Contents
સ્પેસ, લેન્ડ । સેલ્ફ  – રાજેશ ભટ્ટ ફેક્ટરીમાં અગ્નિ ખૂણામાં રહેલ કુવો કે વોટર ટેન્ક પ્રોડકશન પર વિપરીત અસર આપે છેફેકટરીની ગોઠવણી કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ :-

છેલ્લાં થોડાં વર્ષોમાં અનુભવ્યું કે જમીનની નીચેની નકારાત્મક ઊર્જાનો પ્રભાવ કોઈ-કોઈ વિસ્તારમાં ખૂબ જ વધારે હોય છે. આવા વિસ્તારમાં આપ અનુભવશો કે અમુક શેરીમાં કોઈના પણ વ્યવસાય ઠીક નથી ચાલતી હોતા, રહેણાંક વિસ્તારમાં પણ આપણે ઘણી વાર જોયું હોય છે કે અમુક શેરીમાં દરેક ઘરમાંથી કોઈ ને કોઈ ગંભીર બીમારીનો ભોગ બન્યું હોય કે પછી ફલેટની અંદર કોઈ એક વીંગની અંદર એક સાઈડના ફલેટમાં ઉપરથી નીચે સમાન શારીરિક સમસ્યાઓ આવતી હોય છે.

- Advertisement -

એવી ઔદ્યોગિક વસાહતો શહેરના કોઈ ચોક્કસ વિસ્તારોમાં હોય જ છે કે જ્યાં લોકોને આપણે સફળતા માટે સતત સંઘર્ષ કરતાં જોઈએ છીએ જ્યારે શહેરના ઘણા રહેણાંક કે ઔદ્યોગિક વિસ્તારમાં ઘણા લોકો ખૂબ જ ઝડપથી પ્રગતિ કરતાં હોય છે, મતલબ જમીન ઊર્જાનો ચોક્કસ પ્રભાવ દરેક વિસ્તારમાં અલગ-અલગ જોવા મળે છે.
એની વે, કહેવાનો મતલબ છે કે જગ્યાની પસંદગી કરતી વખતે જો વાસ્તુ ક્ધસલટન્ટની સલાહ ન લીધી હોય તો પણ આજુબાજુની જગ્યામાં રહેલ લોકોની સ્થિતિ જોયા પછી જ જગ્યા નક્કી કરવી.

આવી વાતોને ન ગણકારનારો પણ એક વર્ગ છે. એ લોકો સતત એવું દેખાડતાં રહે છે કે તેઓ વાસ્તુમાં માનતા નથી પરંતુ સચ્ચાઈ એ હોય છે કે જાણે-અજાણે એ સારી ઊર્જાની ગતિને અનુસરતા હોય છે અને એટલે જ ઘર ખરીદતી વખતે ધ્યાન રાખવામાં આવે છે કે જ્યાં રહીને માણસ સુખી થયો હોય, એ માણસનું ઘર ખરીદવું જોઈએ.
ઘર કે ફલેટમાં અગાઉ રહેનારાઓનો ભૂતકાળ આપણે તપાસતાં હોઈએ છીએ કારણ કે તેના પરથી ક્યાસ (અનુમાન) નીકળતો હોય છે કે ફેકટરી, ઘર, બંગલો કે ફલેટ બરકત અને સુખ શાંતિવાળા છે કે નહીં?

એટલે જ નાદાર થયેલી વ્યક્તિની પ્રોપર્ટીમાં આપણને બહુ રસ પડતો નથી. દેણામાં દબાઈ ગયેલી વ્યક્તિ બજારભાવ કરતાં નીચી કિંમતે ઘર, ઓફિસ, ફેકટરી કે અન્ય પ્રોપર્ટી વેચવા નીકળે ત્યારે તે ખરીદવામાં ફાયદો લઈ લેવાનું પણ મુનાસિબ લાગતું નથી, ફલેટ કે મકાન ખરીદતી વખતે ખબર પડે કે અહીં રહેનારા અગાઉના પરિવારોમાંથી અપમૃત્યુ (આ જ ફલેટ કે ઘરમાં) થયા છે તો એ જગ્યા પણ લોકો ખરીદતા નથી યા ખરીદતા પહેલાં પાંચ વખત ગંભીર વિચારણા કરે છે… આ તમામ વાતો એ સાબિત કરે છે કે ભલે, આપણે સ્પષ્ટપણે વાસ્તુને સ્વીકારતા ન હોઈએ પણ જગ્યાના સારા ખરાબ લક્ષણ (જે વાસ્તુ જ છે)ની નોંધ અવશ્યપણે લેતાં હોઈએ છીએ!

- Advertisement -

આજના આ ઔદ્યોગિક વાસ્તુ વિશેના એપિસોડમાં વાસ્તુદોષ વિશે વિચારીએ તો ફેકટરીની અંદર સમસ્યાઓ થવામાં મુખ્યત્વે બે કારણો હોય છે.
1. આપણે આગળ સમજ્યા તેમ જમીનની નીચેની નકારાત્મક ઊર્જા.
2. પંચતત્ત્વ (જળ, અગ્નિ, પૃથ્વી, વાયુ, આકાશ) મુજબ વાસ્તુની ગોઠવણી ન થવી.

ફેક્ટરીમાં અગ્નિ ખૂણામાં રહેલ કુવો કે વોટર ટેન્ક પ્રોડકશન પર વિપરીત અસર આપે છે

આમ પણ ફેકટરીમાં કોઈ પણ મોટા પ્લાન્ટ, મશીનો, ભઠ્ઠી, બોઈલર વિગેરે યાંત્રિક સાધનોની જગ્યાનો વારંવાર ફેરફાર તેમના વજન અને સાઈઝને લઈને આસાન હોતા નથી, ઘણી વાર વિદેશથી મંગાવેલ મોંઘા મશીનો એક જગ્યાએ સેટ કર્યા પછી તેને ફેરવવા ખૂબ જ મુશ્કેલ બની જતાં હોય છે તેથી જ હંમેશા ભારે વજનવાળી વસ્તુઓને ફેકટરીની દક્ષિણ અને પશ્ર્ચિમ દિશામાં ગોઠવવી.

ફેકટરીની ગોઠવણી કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ :-

  • ફેકટરી માટે જો પ્લોટની ખરીદી કરતા હોય ત્યારે ઈશાન ખૂણો કટ ન હોય તેનું ખાસ ધ્યાન રાખીને પ્લોટની ખરીદી કરવી.
  • ફેકટરીની અંદર તૈયાર માલ વાયવ્ય ખૂણામાં રાખવો.
  • ઘણી ફેકટરીમાં આપણે અનુભવીએ છીએ કે સેમ્પલ પરથી ઓર્ડર મળવામાં ઘણો સમય લાગતો હોય છે અથવા ઉંચો નફો આપે તેવી પ્રોડકટ (વસ્તુ)ના ઓર્ડર ઓછા પ્રમાણમાં આવે છે. જો તેની ગોઠવણી પણ યોગ્ય ખૂણામાં પોઝિટિવ કલર સ્કીમ સાથે કરવામાં આવે તો ઓર્ડર બુક હંમેશા સારી રહેશે.
  • જો સેમ્પલ રૂમ કે સેમ્પલ બોક્ષ બનાવવાના હોય તો તે પણ વાયવ્ય ખૂણામાં બનાવવો.
  • તૈયાર માલના પેકેજિંગ બોક્ષનો કલર પણ માલની મૂવમેન્ટ માટે અગત્યનો ભાગ ભજવે છે.
  • ફેકટરીના બાંધકામમાં એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે પૂર્વ-ઉત્તર ભાગ હંમેશા દક્ષિણ-પશ્ર્ચિમ ભાગ કરતાં નીચો રહે.
  • ફેકટરીમાં બોર કે કુવો બનાવવો હોય તો તે ઈશાન ખૂણામાં, પૂર્વ કે ઉત્તર દિશામાં બનાવવો.
  • ફેકટરીમાં પાણી માટેની ઓવરહેડ વોટર ટેન્ક નૈઋત્ય ખૂણામાં બનાવવી.
  • ફેકટરીમાં ગાર્ડન બનાવો તો તે પૂર્વ-ઉત્તર ભાગ એટલે કે ઈશાન ખૂણામાં બનાવવું.
  • ફેકટરીમાં ફરનેશ, ભઠ્ઠી, બોઈલર, જનરેટર કે ઈલેકટ્રીક ડીસ્ટ્રીબ્યુશન બોર્ડની ગોઠવણી હંમેશા અગ્નિ ખૂણામાં કરવી.
  • લેબર કવાર્ટર ફેકટરીના અગ્નિ ખૂણામાં અથવા વાયવ્ય ખૂણામાં બનાવવા.
  • ફેકટરીમાં શેડમાં પતરાનો ઢાળ પૂર્વ અથવા ઉત્તર દિશા તરફ રાખવો.
  • અગ્નિ ખૂણામાં રહેલ કુવો કે વોટર ટેન્ક પ્રોડકશન પર વિપરીત અસર આપે છે.
  • ઈશાન ખૂણામાં રહેલી ભઠ્ઠી, બોઈલર, જનરેટર કે ઈલેકટ્રીક ડીસ્ટ્રીબ્યુશન બોર્ડની ગોઠવણી અચાનક આર્થિક નુકસાન કરાવી શકે છે.
  • ફેકટરીનો મુખ્ય દરવાજો નૈઋત્ય ખૂણામાં હોય તો ત્યાં ચોરીનો ભય રહે છે.
  • ફેકટરીની અંદર ઈશાન ખૂણામાં કોઈ પણ મશીન રાખવું નહીં.
  • ફેકટરીના બ્રહ્મસ્થાન (મધ્યભાગ)માં કોઈ પણ વજન રાખવું નહીં.
  • ફેકટરીનો જો ઈશાન ખૂણો નૈઋત્ય ખૂણા કરતાં વધારે ઉંચો હોય તો નબળા ધંધાના કારણે તે ફેકટરી બંધ થઈ શકે છે!
  • ઉત્તર દિશામાં ઓવરહેડ વોટર ટેન્ક હોય તો તે અણધાર્યો નાણાં ખર્ચ કરાવે છે.
  • ફેકટરીના બ્રહ્મસ્થાન (મધ્યભાગ)માં બોરીંગ કે કુવો કરવો નહીં.
  • ફેકટરીમાં સેપ્ટિક ટેન્ક ઈશાન અને નૈઋત્ય ખૂણે ન બનાવવી.
  • ફેકટરીમાં બંધ પડેલી ઘડિયાલો, નકામો સામાન, ભંગાર કે બિનજરૂરી વસ્તુઓનો સંગ્રહ કરવો નહીં.
  • ફેકટરીમાં બારી-બારણા ત્રાંસા ન બેસાડવા.
  • જો ફેકટરી નવી બનાવતા હો ત્યારે ફેકટરીમાં કોઈ પણ જુની વસ્તુ ચણતરમાં ઉપયોગ કરવો નહીં. (ઇંટ, લોખંડ, બેલા, બારી, બારણા વગેરે)
  • ફેકટરીની બહાર દક્ષિણ અને પશ્ર્ચિમ દિશામાં ઉંચાઈવાળા વૃક્ષો જેવા કે લીમડો, આસોપાલવ વાવવા.
  • ફેક્ટરીમાં જો ચોકીદારને રહેવા માટે રૂમ બનાવવાની હોય તો અગ્નિખૂણામાં બનાવવી.
  • ફેક્ટરીની દક્ષિણ અને પશ્ર્ચિમ દિશાની બાઉન્ડ્રી વોલની ઊંચાઈ વધારે રાખવી.
  • બીમની બરાબર નીચે કોઈ મશીન ન આવે તેનું ધ્યાન રાખવું.
  • ફેક્ટરીમાં કેન્ટીન બનાવવાની હોય તો તે અગ્નિખૂણામાં બનાવવી.
  • પૂર્વ દિશામાં રહેલ ઓવરહેડ વોટર ટેન્ક પ્રતિષ્ઠાની હાનિ કરાવે છે.
  • ફેક્ટરીનાં નૈઋત્ય ખૂણામાં કૂવો, બોર કે અન્ડરગાઉન્ડ વોટર ટેન્ક ક્યારેય પણ ના બનાવવા.
  • ફેક્ટરીની ચારેય બાજુની બાઉન્ડ્રીવોલથી જગ્યા છોડીને બાંધકામ કરવું.
  • નૈઋત્ય ખૂણામાં રહેલ લેબર ક્વાર્ટર માલિકો અને કામદારો વચ્ચે સતત સંઘર્ષ કરાવે છે.
  • ફેક્ટરી માટે પસંદ કરેલ પ્લોટ રોડ લેવલથી નીચે ન હોય તેનું ખાસ ધ્યાન રાખવું, અને જો હોય તો ભરતી ભરી ઊંચો કરવો.

You Might Also Like

આજે એક નવો તર્પણ શર્મા અવતર્યો હતો…

ભાષાને શું વળગે ભૂર, વિજ્ઞાન જે લખે તે શૂર..

ત્રણ જુદા જુદા પ્રકારના વિદ્યાર્થીઓ

ભારતની એક સટીક સૈન્ય કાર્યવાહી: ‘ઑપરેશન સિંદૂર’થી ભારતને શું મળ્યું? પરિણામના લેખાં-જોખાં

વાત એક તરંગી બુદ્ધિશાળીની..

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પ્લીઝ ડોકટર, બિંઈંગ HUMAN
Next Article GPSCની પરીક્ષાની તૈયારી કરતા યુવાનોમાં અદભૂત વિશ્ર્વાસ પેદા કરનાર GPSCના ચેરમેન દિનેશ દાસા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

ખેડામાં ST, ટ્રક અને ડમ્પર વચ્ચે ટ્રિપલ અકસ્માત: બસના આગળના ભાગના ફુરચાં થઈ ગયા

Khaskhabar Editor Khaskhabar Editor 56 minutes ago
ઉત્તર ભારતમાં ભીષણ ગરમી, લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા
10 હજાર કરોડના પ્રોજેકટનો પ્રસ્તાવ તૈયાર, સેનાને મળશે ત્રણ આઈ-સ્ટાર જાસૂસી વિમાન
પાણી માટે તડપતું પાકિસ્તાન : સિંધુ જલ સંધી બહાલ કરવા માટે ભારતને કરી આજીજી
ભારતમાં આઝાદી બાદ પ્રથમ સોનાની ખાણ શરૂ થશે
રાજ્યમાં કોરોના વકર્યો: ગુજરાતમાં 980 એક્ટિવ કેસ, રાજકોટમાં વધુ 10ને કોરોના
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Kinnar Acharya

આજે એક નવો તર્પણ શર્મા અવતર્યો હતો…

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Author

ભાષાને શું વળગે ભૂર, વિજ્ઞાન જે લખે તે શૂર..

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Author

ત્રણ જુદા જુદા પ્રકારના વિદ્યાર્થીઓ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?