ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. ‘ઓપરેશન અજય’ હેઠળ 286 નાગરિકોને ઈઝરાયલથી પરત લાવવામાં આવ્યા છે, જેમાં નેપાળના 18 નાગરિક પણ શામેલ છે.
ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. ‘ઓપરેશન અજય’ હેઠળ 286 નાગરિકોને ઈઝરાયલથી પરત લાવવામાં આવ્યા છે, જેમાં નેપાળના 18 નાગરિક પણ શામેલ છે. સૂચના તથા પ્રસારણ રાજ્યમંત્રી એલ.મુરુગને એરપોર્ટ પર ઈઝરાયલથી પરત આવેલ નાગરિકો સાથે મુલાકાત કરી છે. આ તમામ નાગરિકને ‘ઓપરેશન અજય’ હેઠળ વિશેષ ચાર્ટર્ડ પ્લેનથી સ્વદેશ લાવવામાં આવ્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું કે, ‘ઓપરેશન અજય’ હેઠળ પાંચમી ઉડાન ભરવામાં આવી હતી, જેમાં 18 નેપાળી નાગરિક સહિત 286 યાત્રીકો ભારત આવી પહોંચ્યા છે.
- Advertisement -
પાંચમી ઉડાન
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર જણાવ્યું કે, ‘ઓપરેશન અજય હેઠળ પાંચમી ઉડાન ભરવામાં આવી હતી, જેમાં 18 નેપાળી નાગરિક સહિત 286 યાત્રીકો ભારત આવી પહોંચ્યા છે.’
સ્પાઈસજેટનું વિમાન ખરાબ થઈ ગયું હતું
સ્પાઈસજેટ વિમાન A340 રવિવારે તેલ અવીવમાં ઉતર્યું હતું, ત્યારબાદ ટેકનિકલ સમસ્યા આવી હતી. જેના કારણે વિમાન જોર્ડન લાવવામાં આવ્યું હતું, ત્યારપછી મંગળવારે આ વિમાન તેલ અવીવથી લોકોને લઈને પરત ફર્યું હતું. આ વિમાન સોમવારે પરત ફરવાનું હતું, પરંતુ ટેકનિકલ પ્રોબ્લેમને કારણે આ વિમાન એક દિવસ મોડા મંગળવારે પરત ફર્યું હતું.
Operation Ajay🇮🇳!
- Advertisement -
Received the 286 Indian nationals from Israel which included 4 children arrived in Delhi International Airport at 23.00hrs
The government is monitoring the situation closely and is determined to bring back all citizens who wish to return to their homeland and… pic.twitter.com/DAyu4ZwiKE
— Dr.L.Murugan (@Murugan_MoS) October 17, 2023
ઈઝરાયલ અને નવી દિલ્હીમાં હેલ્પલાઈન કાર્યરત
ઈઝરાયલમાં ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકોની મદદ કરવા માટે 24 કલાક હેલ્પલાઈન નંબર શરૂ કર્યો હતો. નવી દિલ્હીમાં એક કંટ્રોલ રૂમ ખોલવામાં આવ્યા છે, જે 24 કલાક ઈઝરાયલ અને પેલેસ્ટાઈનમાં ભારતીયો પર નજર રાખી રહ્યું છે. કંટ્રોલ રૂમ માટે ટોલ ફ્રી ફોન નંબર 1800118797, +91-11 23012113, +91-11-23014104, +91-11-23017905 અને +919968291988 જાહેર કરવામાં આવ્યા છે. મદદ માટે ઈમેઈલ આઈડી situation@mea.gov.in પર પણ સંપર્ક કરી શકો છો.
તેલ અવીવમાં ભારતીય દૂતાવાસે 24 કલાક માટે ઈમરજન્સી નંબર +972-35226748 અને +972-543278392 જાહેર કર્યો છે. લોકોની મદદ માટે cons1.telaviv@mea.gov.in ઈમેઈલ આઈડી જાહેર કરવામાં આવ્યું છે.
ભારત સરકારનું કાર્ય
ઈઝરાયમાં 18,000 ભારતીય નાગરિકો છે. જેમાં મોટાભાગવા વિદ્યાર્થીઓ, IT પ્રોફેશનલ્સ, વેપારીઓ શામેલ છે. આ નાગરિકોને પરત લાવવા માટે ભારત સરકાર ખર્ચ રહી છે. દિલ્હી પરત ફર્યા પછી નાગરિકો પોતાના ખર્ચે ઘરે જઈ રહે છે અથવા રાજ્ય સરકાર તે ખર્ચ ઉઠાવી રહી છે.