હમાસના બંદૂકધારીઓએ 7 ઓક્ટોબરના રોજ ઈઝરાયલ પર ગોળીબારી કરી હતી. ઈઝરાયલની બોમ્બબારીને કારણે 3,000 પેલેસ્ટાનીઓના મોત થયા છે.
ઈઝરાયલ હમાસ યુદ્ધનો આજે 12મો દિવસ છે. આરોગ્ય અધિકારીઓ અનુસાર ઈઝરાયલની બોમ્બબારીને કારણે 3,000 પેલેસ્ટાનીઓના મોત થયા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન આજે ઈઝરાયલની મુલાકાત લેશે.
- Advertisement -
અત્યાર સુધીમાં 4,300 લોકોના મોત
હમાસના બંદૂકધારીઓએ 7 ઓક્ટોબરના રોજ ઈઝરાયલ પર ગોળીબારી કરી હતી, દેમાં 1,300 ઈઝરાયલીઓના મોત થયા હતા ને 600થી વધુ લોકો ઘાયલ થયા છે. ઈઝરાયલના 75 વર્ષના ઈતિહાસમાં આ સૌથી ઘાતક દિવસ હતો. હમાસના આ હુમલા પછી ઈઝરાયલે હમાસને ખતમ કરવા માટે અનેક રોકેટ છોડ્યા હતા, જેમાં 3,000થી વધુ લોકોના મોત થયા છે. આ યુદ્ધમાં અત્યાર સુધીમાં કુલ 4,300 લોકોના મોત થયા છે.
ઈઝરાયલ હમાસ યુદ્ધ
હમાસે ઈઝરાયલ પર હુમલો કર્યા પછી લગભગ અડધાથી વધુ લોકોએ પોતાનું ઘર છોડી દીધું છે.
ઈઝરાયલે ભોજન, ઈંધણ અને ચિકિત્સા આપૂર્તિને રોકવા માટે એન્ક્લેવ પર સંપૂર્ણપણે નાકાબંધી કરી છે.
ઈઝરાયલના હુમલામાં ગાઝાના 3,000થી વધુ લોકોના મોત થયા છે ને 12,500થી વધુ લોકો ઘાયલ થયા છે.
1,200થી વધુ લોકો કાટમાળમાં દબાયા હોવાની આશંકા.
હમાસનો ઈઝરાયલ પર સતત રોકેટ હુમલો.
સંયુક્ત રાષ્ટ્ર અનુસાર 10 લાખથી વધુ પેલેસ્ટાઈનના લોકોએ પોતાના ઘર છોડી દીધા છે.
ઈઝરાયલના હવાઈ હુમલામાં હમાસના વરિષ્ઠ સૈન્ય કમાન્ડર અયમાન નોફલનું મૃત્યુ થયું છે.
ગાઝા હોસ્પિટલ હુમલો
ઈઝરાયલે હમાલ અને હિજબુલ્લાના ઠેકાણા પર હુમલો કર્યો. ગાઝાની એક હોસ્પિટલ પર હવાઈ હુમલો કર્યો, જેમાં 500થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. હમાસે દાવો કર્યો હતો કે, આ હોસ્પિચલમાં અનેક લોકોએ શરણ લીધી હતી, ઈઝરાયલે જણાવ્યું કે, આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.
- Advertisement -
અમેરિકાના સૈનિક એલર્ટ પર
અમેરિકાના બે હજાર સૈનિક એલર્ટ પર છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને જણાવ્યું કે, ગાઝામાં થયેલ વિસ્ફોટથી ખૂબ જ દુ:ખી છું. બાઈડેન આજે ઈઝરાયલ જશે અને નેતન્યાહૂ સાથે મુલાકાત કરશે. જો બાઈડેનને શિખ સંમેલનની બેઠક રદ્દ કરવામાં આવી છે.
ઈઝરાયલ નહીં અટકે
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને બેન્જામિન નેતન્યાહૂ સાથે ફોન પર વાત કરી હતી. પુતિને હમાસ પર હુમલા વિશે અને વિભિન્ન નેતાઓ સાથે થયેલ વાતચીત વિશે જાણકારી આપી હતી. નેતન્યાહૂએ જણાવ્યું કે, ઈઝરાયલ પર હુમલો કરવામાં આવ્યો છે, હમાસની સૈન્ય ક્ષમતાઓ સમાપ્ત ના થાય ત્યાં સુધી હુમલો કરવામાં આવશે.
હમાસ હોસ્પિટલ હુમલાની નિંદા
સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પ્રમુખે ગાઝા હોસ્પિટલ પર થયેલ હુમલાની ટીકા કરી છે. આ હુમલો ખૂબ જ ભયાનક હતો જેમાં 500 લોકોના મોત થયા છે. આ હુમલામાં દર્દીઓ, આરોગ્ય કર્મીઓ અને દર્દીના પરિવારજનોના મોત થયા છે.
ઈઝરાયલની સેનાએ આપી જાણકારી
ઈઝરાયલની સેનાએ ગાઝાની બહાર બખ્તરબંધ ગાડીઓ જમા કરી છે. હમાસે કરેલ હુમલામાં 1,400થી વધુ લોકોના મોત થયા છે અને સેંકડો લોકોનું અપહરણ કરવામાં આવ્યું છે.
ગાઝા હવે કોઈના માટે ખતરો નથી
ઈઝરાયલના વિદેશમંત્રી એલી કોહેને ઈઝરાયલના આત્મરક્ષાના સંકલ્પ વિશે જણાવ્યું છે કે, ગાઝા હવે ઈઝરાયલ અથવા અન્ય કોઈપણ લોકો માટે જોખમ સાહિત નહીં થાય.
સંઘર્ષ વિરામની કોશિશ
ગાઝાવાસીઓ સુધી માનવીય મદદ પહોંચાડવા અને હમાસે અપહરણ કરેલ બંધકોને છોડાવવાની કોશિશ કરવામાં આવી રહી છે. મધ્યસ્થ સીમા ખોલવા માટે સંઘર્ષ વિરામ માટે સહમિત કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. અમેરિકા અને ઈઝરાયલ એક એવી યોજના બનાવવા માટે સહમત થયા છે, જેનાથી દાતા દેશ અને બહુપક્ષીય સંગઠન માનવીય સહાયતા ગાઝા સુધી પહોચાડશે.
સૈન્ય ખુફિયાના પ્રમુખે જવાબદારી સ્વીકારી
ઈઝરાયલના સૈન્ય ખુફિયા વિભાગના પ્રમુખ મેજર જનરલ અહરોન હલિવાએ હમાસે 7 ઓક્ટોબરના રોજ કરેલ હુમલાની જાણકારી ના આપવાની જવાબદારી લીધી છે. ઈઝરાયલની મીડિયાએ આ પત્ર પ્રકાશિત કર્યો છે.