ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ જિલ્લામાં સહકારી ક્ષેત્રે છેલ્લા 52 વર્ષથી બેન્કિંગ સેવા પ્રદાન કરતી મર્કન્ટાઇલ બેન્કની 12મી સોમનાથ શાખાનો પ્રભાસ પાટણ જાપાની શિવ પોલીસ ચોકી સામે સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પી.કે.લહેરીના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો. સોમનાથમાં આ બેંકના પ્રારંભથી સોમનાથ, પ્રભાસ પાટણ તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોને વહીવટી પ્રક્રિયામાં સરળતા રહેશે તેમ જ સોમનાથ આવતાં યાત્રિકોની એક બેન્કિંગ સુવિધામાં પણ વધારો થશે.આ શુભારંભ પ્રસંગે ધારાસભ્ય તથા આગેવાનો અને ઇન્ડસ્ટ્રીયલ સંચાલકો સહીત ઉપસ્થિત રહ્યા હતા અત્રે નોંધનીય છે કે, પ્રભાસ પાટણ કે સોમનાથમાં કોઈ સહકારી બેંક ન હતી જેથી આ બેંકના પ્રારંભથી સોમનાથ, પ્રભાસ પાટણ તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારના હજારો લોકોને સહકારી બેન્કિંગ સેવાનો લાભ મળશે અને આર્થિક વ્યવહારો ઝડપથી ચાલતા થશે.
52 વર્ષથી સહકારી ક્ષેત્રે બેન્કિંગ સેવા આપતી મર્કન્ટાઇલ બેન્કની સોમનાથ શાખાનો પ્રારંભ
