ખાસ-ખબર સંવાદદાતા
સંસ્કૃત સાહિત્ય અકાદમી, ગાંધીનગર તથા શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી વેરાવળના સંયુક્ત ઉપક્રમે શિવ સમીપે સંસ્કૃત સાહિત્યમાં શિવ તત્ત્વ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમ મા.કુલપતિ પ્રો.સુકાન્તકુમાર સેનાપતિ અને સાહિત્ય અકાદમીના અધ્યક્ષ મા.ડો.ભાગ્યેશ જહાના માર્ગદર્શન યોજાયો હતો. આ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે કોલેજના આચાર્ય ડો.નરેન્દ્રકુમાર પંડયા,કુલસચિવશ્રી ડો.દશરથ જાદવ,અનુસ્નાતક વિભાગના અધ્યક્ષ પ્રો.લલિતકુમાર પટેલ,ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમના શિવ સમીપે સૂર – શબ્દના આરાધક પ્રહર વોરા અને ગાર્ગી વોરા એ શિવ સ્તોત્ર અને શિવ ભજનો દ્વારા સૌને અદ્દભુત રસપાન કરાવ્યું હતું. સાથે સાથે સોમજ્યોતિ અંક 36નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં અધિકારીઓ,અધ્યાપકશ્રીઓ, વહીવટી કર્મચારીઓ,વેરાવળ નગર માંથી પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમની જવાબદારી પ્રો.લલિતકુમાર પટેલે કરી હતી. કાર્યક્રમનું સંચાલન ડો.રાહુલ ઝા અને હરદ્વાર ગોસ્વામી દ્વારા કરવામાં. આવ્યું હતું. અંતે કુલસચિવ એ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.
સંસ્કૃત યુનિ. ખાતે શ્રાવણ સુવાસ કાર્યક્રમ યોજાયો
