ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકાની સરદાર વલ્લભભાઈ પટેલ પે.સેન્ટર પ્રાથમિક શાળાના શિક્ષક ડો.કિશોરભાઈ શેલડીયાને ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો. જૂનાગઢ જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાંથી પ્રતિ વર્ષ એક વ્યક્તિને અપાતા શ્રેષ્ઠ શિક્ષકના એવોર્ડ માટે આ વર્ષે ભેંસાણના શિક્ષક અને સંસ્કૃત ભાષાનો પ્રચાર પ્રસાર કરતાં રાજ્ય સરકાર દ્વારા યુવા ગૌરવ એવોર્ડથી પુરસ્કૃત ડો.કિશોરભાઈ શેલડીયાને આ વર્ષે જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ માટે પસંદગી કરી તા.5 સપ્ટેમ્બર 2023ના રોજ બીએપીએસ મંદિરના પ્રાર્થનાહોલ ખાતે જૂનાગઢ જિલ્લાના વહીવટી તંત્ર અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા એનાયત કરવામાં આવ્યો હતો.