આવતીકાલે વિશ્ર્વ કિડની દિવસ: રાજકોટના જાણીતા કિડની એજયુકેશન ફાઉન્ડેશન દ્વારા કિડની રોગ અંગે પ્રથમવાર પ્રકાશિત ચોંકાવનારા સર્વેક્ષણના પરિણામો
વિશ્ર્વ કિડની દિવસ 2025નું સ્લોગન શું તમારી કિડનીઓ તંદુરસ્ત છે? વહેલું નિદાન કરો, કિડનીને બચાવો
- Advertisement -
(ડાબે) ટેન્કર ફાઉન્ડેશન દ્વારા તામિલનાડુના માનનીય આરોગ્ય મંત્રી ના હસ્તે ડો. સંજય પંડ્યાને લાઈફટાઈમ એચીવમેન્ટ એવોર્ડ, તથા (જમણે) ડો. સંજય પંડ્યા અમેરિકન સોસાયટી ઓફ નેફ્રોલોજીના પ્રેસીડેન્ટ સાથે
ભારત અને વિશ્ર્વભરમાં કિડનીનાં રોગોનું પ્રમાણ ગંભીર રીતે વધતું જાય છે. કિડનીનાં રોગો અંગે જનજાગૃતિ માટે વિશ્ર્વનાં 100 થી વધુ દેશોમાં 13 માર્ચ 2025ના દિવસે 20 માં કિડની આરોગ્ય જાગૃતિ દિવસની ઉજવણી થશે. વિશ્ર્વ કિડની દિવસ – 2025 નું સ્લોગન છે શું તમારી કિડનીઓ તંદુરસ્ત છે? વહેલું નિદાન કરો, કિડનીને બચાવો છે. આ સંદર્ભે કિડની એજ્યુકેશન ફાઉન્ડેશન અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના લાયબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ વિભાગ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવેલા સર્વેક્ષણમાં કિડનીના સ્વાસ્થ્ય અંગેની જાગૃતિ વિશે અતિ ચિંતાજનક માહિતી બહાર આવી છે. સર્વેક્ષણ કરાયેલા 1042 વિદ્યાર્થીઓમાંથી, માત્ર 7% વિદ્યાર્થીઓ જાણતા હતા કે કિડનીની કાર્યક્ષમતા જાણવા માટે લોહીમાં ક્રીએટીનીન અથવા ઇજીએફઆર ની તપાસ જરૂરી છે.
જયારે વિશ્ર્વ કિડની દિવસ 2025ની થીમ “શું તમારી કિડનીઓ તંદુરસ્ત છે? વહેલું નિદાન કરો, કિડનીને બચાવો,” ત્યારે 93% વિદ્યાર્થીઓને એ પણ ખબર નથી કે કિડની રોગના નિદાન માટે કઈ તપાસ કરાવવી જોઈએ! જાગૃતિનો આ નોંધપાત્ર અભાવ ખૂબ જ ચિંતાજનક અને વિચાર માંગી લે તેવી કડવી વાસ્તવિકતા છે અને તે કિડની રોગના વહેલા નિદાન અને નિવારણ માટે જનજાગૃતિની તાતી અને વ્યાપક જરૂરિયાત દર્શાવે છે. દર દસમાંથી એક વ્યકિતને કિડનીનો પ્રશ્ન થવાનો ભય છે, પરંતુ 90% કરતા વધુ લોકો તેમના રોગો અંગે અજાણ છે. આ સંદર્ભે રાજકોટની જાણીતી કિડની એજ્યુકેશન વેબસાઈટ વિશ્ર્વભરના લોકોને 40 ભાષામાં એટલે કે તેમની માતૃભાષામાં કિડની અંગે નિ:શુલ્ક સંપૂર્ણ માહિતી આપી આ સ્લોગનને પૂર્ણ કરતી એકમાત્ર વેબસાઈટ છે. રાજકોટનાં વરિષ્ઠ કિડની નિષ્ણાત ડો. સંજય પંડયા અને વિશ્ર્વના 100 થી વધુ કિડની નિષ્ણાંતો દ્વારા તૈયાર કરવામાં આવેલ ૂૂૂઊંશમક્ષયુઊમીભફશિંજ્ઞક્ષ.ભજ્ઞળ વેબસાઈટમાં કિડનીનાં રોગથી બચવાના અને તેની સારવાર અંગે લોક ઉપયોગી સરળ માહિતી 12 ભારતીય અને 28 આંતરરાષ્ટ્રીય ભાષામાં આપેલ છે.
આ ચોંકાવનારા પરિણામો શા માટે મહત્વના છે? કારણકે કિડની રોગનો બોજો ભયજનક રીતે વધી રહ્યો છે – વિશ્ર્વભરમાં કિડનીના રોગની તકલીફ હોય તેવા લોકોની સંખ્યા 85 કરોડથી વધુ છે. દર દસમાંથી એક વ્યકિતને ક્રોનિક કિડની ડીસીઝ (સી.કે.ડી.) થવાનો ભય રહે છે. ક્રોનિક કિડની ડીસીઝ એ હવે વિશ્ર્વમાં મૃત્યુનું 8મું મુખ્ય કારણ બની ગયું છે. સી.કે.ડી. ની તકલીફ ધરાવતા 90% લોકો તેમના રોગો અંગે અજાણ હોય છે. દર 3 માંથી 1 ડાયાબિટીસના દર્દીને કિડની રોગ થવાનો ભય રહે છે. ઘણા કેસોમાં ક્રોનિક કિડની ડીસીઝ અટકાવી શકાય છે, પરંતુ જાગૃતિ ઓછી હોવાથી નિદાન મોડું થાય અને સારવારથી ફાયદા ની તકો ગુમાવી દેવાય છે.
જાગૃતિ અને તાત્કાલિક પગલાં લેવાની તાતી જરૂરિયાત શા માટે છે? આ અંગે રાજકોટના વરિષ્ઠ નેફ્રોલોજિસ્ટ અને કિડની એજ્યુકેશન વેબસાઈટ (40 ભાષાઓમાં ઉપલબ્ધ) ના સ્થાપક ડો. સંજય પંડ્યા ચેતવણી આપે છે કે આ ચોંકાવનારા સર્વેના પરિણામો સામાન્ય જનતામાં કિડની રોગ અંગેની પ્રાથમિક માહિતી અને જાગૃતિના ગંભીર અભાવ ને દર્શાવે છે. ડોકટરો, કિડની સંસ્થાઓ, સામાજિક સંગઠનો અને સરકાર દ્વારા સંયુક્ત પ્રયાસોની અત્યંત વહેલી તકે જરૂરિયાત પર ભાર મૂકતા, તેઓ જણાવે છે કે: કિડની રોગ અને તેના વહેલા નિદાન વિશે જાગૃતિ ફેલાવવી અત્યંત આવશ્યક છે. વર્ષમાં એકવાર કિડની ચેકઅપને પ્રોત્સાહન આપવું (ખાસ કરીને કિડની રોગ થવાનું જોખમ વધારે હોય તેવી વ્યક્તિઓ માટે.) સીરમ ક્રીએટીનીન અને ઇજીએફઆર જેવી લોહીની સરળ તપાસ વિશે જનજાગૃતિ ફેલાવવી અને કિડની રોગના વહેલા નિદાન માટે તેના વ્યાપક ઉપયોગને પ્રોત્સાહન આપવું જોઇએ તેવું ડો. પંડયા જણાવે છે. કિડનીના રોગોથી બચવા તમે આટલું જાણો: કિડની વિશે પ્રાથમિક માહિતી મેળવો, કિડનીની બીમારીના મુખ્ય લક્ષણો જાણો, તમારું લોહીનું દબાણ અને બ્લડ સુગર ચેક કરાવો, કિડનીના રોગના નિદાન માટે કઈ તપાસ કરાવવી તે વિશે જાણો, કિડનીની તકલીફથી બચવાના ઉપાયો વિશે જાણો.
ડો. સંજય પંડ્યા દ્વારા કિડની વિશે પ્રાથમિક માહિતી આ મુજબ છે. કિડની ફેલ્યર એટલે શું? જયારે બંને કિડની બગડે ત્યારે જ લોહીમાંનો કચરો શરીરમાંથી નીકળી શકતો નથી,જેથી લોહીની તપાસમાં ક્રીએટીનીન નું પ્રમાણ વધે છે અને કિડની ફેલ્યર નું નિદાન થાય છે. દર્દીની એક કિડની સાવ બગડી જાય તો દર્દીને કોઈ તકલીફ હોતી નથી અને લોહીમાં ક્રીએટીનીનની માત્રામાં કોઈ ફેરફાર થતો નથી. ક્રોનિક કિડની ડીસીઝ – સી.કે.ડી. એટલે શું? ધીમે ધીમે લાંબે ગાળે ન સુધરી શકે તે રીતે બંને કિડની બગડે તેને ક્રોનિક કિડની ડીસીઝ એટલે સી.કે.ડી કહે છે. શું તમે જાણો છો? ક્રોનિક કિડની ફેલ્યર સાઇલેન્ટ કિલર છે નિદાન અને સારવાર અતિ ગંભીર પ્રશ્ન કેટલાક દર્દીઓમાં બંને કિડની 90% બગડી જાય ત્યાં સુધી કોઈ નોંધપાત્ર તકલીફ જોવા મળતી નથી.
કિડની સ્વસ્થ રાખવા માટે વિનામૂલ્યે 40 ભાષામાં રસપ્રદ માહિતી આપતી વિશ્ર્વની એકમાત્ર વેબસાઈટ ૂૂૂ.ઊંશમક્ષયુઊમીભફશિંજ્ઞક્ષ.ભજ્ઞળ: કિડની રોગો સાથે સ્વસ્થ રહેવા માટે સૌથી વધુ 40 ભાષામાં જાણકારી: વિશ્ર્વના દરેક ભાગમાં વ્યક્તિ પોતાની માતૃભાષામાં જાણકારી સરળતાથી મેળવી શકે તે માટે આ વેબસાઈટમાં 40 ભાષામાં કિડની વિશે સંપૂર્ણ માહિતી નિ:શુલ્ક ઉપલબ્ધ છે. 200 પાનાનું તમારી કિડની બચાવો પુસ્તક 40 ભાષામાં અનુકુળતા મુજબ વિનામૂલ્યે વાંચન કરવા માટે ઓનલાઈન રીડીંગ, પીડીએફ ડાઉનલોડ તથા વ્હોટસએપ (9426933238) દ્વારા પુસ્તક મેળવવાના મનપસંદ વિકલ્પો છે.
ડો. સંજય પંડ્યાને લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ: ચેન્નાઈમાં તામિલનાડુના આરોગ્ય મંત્રી દ્વારા ડો. સંજય પંડ્યા ને “લા-રેનોન ટેન્કર ફાઉન્ડેશન લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ” થી સન્માનિત કરવામાં આવ્યા, જે કિડની એજ્યુકેશન અને ફ્લુઈડ થેરાપી ક્ષેત્રે 25+ વર્ષના અનન્ય યોગદાન માટે આપવામાં આવ્યો હતો. ડો. પંડ્યા દ્વારા નિર્મિત વિશ્ર્વની સૌથી મોટી કિડની એજ્યુકેશન વેબસાઈટ 40 ભાષાઓમાં નિ:શુલ્ક ઉપલબ્ધ છે , અને આ પ્રોજેક્ટ દ્વારા લાખો દર્દીઓને ફાયદો પહોંચ્યો છે. ઉપરાંત, ડો. પંડ્યાનું પુસ્તક પ્રેકટીકલ ગાઇડલાઇન ઓન ફલુઇડ થેરેપી (ઙફિભશિંભફહ ૠીશમયહશક્ષયત જ્ઞક્ષ ઋહીશમ ઝવયફિાુ) 1,00,000 થી વધુ ડોક્ટરો સુધી પહોંચ્યું છે, જે હોસ્પિટલમાં દાખલ દર્દીઓ માટે આઇવી ફ્લુઈડ થેરાપી અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડે છે. તેઓએ તાજેતરમાં ફ્લુઈડ થેરાપીની નવી 2024 આવૃત્તિની માહિતી વિનામૂલ્યે વિશ્ર્વભરના ડોક્ટરો ને પહોંચાડવા માટે નવી વેબસાઈટ શરૂ કરી છે, (ૂૂૂ.રહીશમવિંયફિાુ.જ્ઞલિ).
સંપર્ક: ડો. સંજય પંડયા, એમ.ડી., ડી.એન.બી., કિડની રોગ નિષ્ણાત, ફાઉન્ડર અને ચીફ મેન્ટર, કિડની એજ્યુકેશન ફાઉન્ડેશન,સમર્પણ હોસ્પિટલ, ભૂતખાના ચોક, એસ.ટી. બસ સ્ટેન્ડ પાસે, રાજકોટ. ફોન : 0281-2222077 ઈમેઈલ : તફદયુજ્ઞીસિશમક્ષયુુફવજ્ઞજ્ઞ.ભજ્ઞ.શક્ષ વેબસાઇટ: ૂૂૂ.ઊંશમક્ષયુઊમીભફશિંજ્ઞક્ષ.ભજ્ઞળ