ખાસ-ખબર ન્યૂઝ મોરબી
મોરબી માળીયા (મિં) નેશનલ હાઇવે ઉપર મરકયુના સીરામીકની સામે રોડ પર થી ટ્રક ટ્રેઇલરમાં માટીની આડમાં છુપાવેલ બિયર ટીન નંગ- 112 કિ.રૂ. 12992/- તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ. 30,17,992/- ના મુદામાલ સાથે એક આરોપીને મોરબી ક્રાઇમ બ્રાંચ/પેરોલ ફર્લો ટીમે ઝડપી પાડયો છે. મોરબી એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્ટાફને સંયુક્તમાં ખાનગી બાતમી મળેલ કે, ટ્રક ટ્રેઇલર રજી.નં. છઈં-21-ૠઉ-0930 વાળી રોડ ઉપર ઉભેલ છે. જે ટ્રક ટ્રેઇલરમાં રાજસ્થાનથી આવતી સફેદ માટીની આડમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂ/બીયરનો જથ્થો ભરેલ છે તેવી બાતમી મળેલ છે. તેવી બાતમીના આધારે બાતમીવાળી ટ્રક ટ્રેલર મળી આવતા ચેક કરતા તેમાં ટ્રેઇલરમાં માટીની આડમાં છુપાવેલ બિયર ટીન નંગ- 112 કિ.રૂ. 12992/- તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ. 30,17,992/- ના મુદામાલ સાથે આરોપી રાજેન્દ્ર કાનારામભાઇ બાંગળા (ઉવ-36) ધંધો-ડ્રાઇવીંગ રહે.બીટન તા.મેડતા જી.નાગોર રાજસ્થાનવાળા ને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા તળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.