ફાફડા, ગાંઠિયા, પિસ્તા રોલ, શુદ્ધ ઘી, પાપડીના નમૂના લેતું મહાપાલિકા તંત્ર
ખાસ-ખબર સંવાદદાતા
દશેરાના તહેવાર નિમિતે મીઠાઈ તથા ફરસાણનું વ્યાપક પ્રમાણમાં વેંચાણ થતુ હોય જેને અનુલક્ષીને રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા મીઠાઈ તથા ફરસાણના ઉત્પાદન કરાતા સ્થળોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં મીઠાઈ, કાજુ કતરી, મીઠા સાટા, જલેબી સહિત 45 મીઠાઈના નમૂના લેવાયા હતા. જેમાં ધારી મીઠાઇ (લુઝ): સ્થળ- શ્રધ્ધા ડેરી ફાર્મ એન્ડ નમકીન, કેનાલ રોડ, કાજુ કતરી મીઠાઇ (લુઝ), રસ મલાઈ, સ્થળ- જય સીતારામ ડેરી ફાર્મ, 4- મહાદેવવાડી, આઈસ ફેક્ટરીની બાજુમાં, લક્ષ્મીનગર મેઇન રોડ, બટર સ્કોચ બરફી (લુઝ): સ્થળ- શ્યામ ડેરી ફાર્મ, શ્રી નાથજી ટાવર સામે, કેસર ગુલકંદ બરફી (લુઝ): સ્થળ- સિયારામ સ્વીટ્સ, કોટેચા નગર મેઇન રોડ, ગાયનું ઘી સ્થળ- રઘુવીર પ્રોવિઝન, દેવપરા શાક માર્કેટ, શુધ્ધ ઘી(લુઝ): સ્થળ- દિલીપ ડેરી ફાર્મ, કોઠારીયા રોડ, દેવપરા શાક મીઠા સાટા, જલેબી અનમોલ ફરસાણ, હૂડકો પોલીસ ચોકી પાસે સહિતના નમૂના લેવાયા હતા. આ સાથે શહેરના મવડી મેઇન રોડ વિસ્તારમાં આવેલ ખાદ્ય ચીજોનું વેચાણ કરતાં કુલ 20 ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી.