સિટી બસ દ્વારા વારંવાર અકસ્માતોની ઘટના બનતા કડક પગલાં ભરવા NSUIની માંગ
રાજકોટ શહેરના કોટેચા ચોક ખાતે ગુજરાત NSUI દ્વારા કોટેચા ચોક ખાતે સિટી બસ રોકાવી અને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો. જ્યાં સુધી સિટી બસમાં કુશળ ડ્રાઇવરોઅને આ એજન્સી રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. રાજકોટ સિટીમાં બેફામ રીતે ચાલતી સિટી બસ કેટલાય પરિવારો પર ફરી વળી છે આ સિટી બસ કોઈ એજન્સી દ્વારા સિટીમાં બેફામ રીતે કોની છત્રછાયા નીચે ચાલી રહી છે તે પણ ગંભીર અને વિચારવા જેવી બાબત છે. ત્યારે ગુજરાત ગજઞઈં દ્વારા કોટેચા ચોક ખાતે રાજકોટ શહેર સિટી બસોને કેમ ટ્રાફિક પોલીસે કે છઝઘ પાલન નથી કરાવતું ? રાજકોટ માં દોડતી સિટી બસો કે યમરાજની સવારી. આ રીતના બેનરો લઈને વિરોધ કરવામાં આવ્યો હતો. અને પોલીસે દ્વારા વિરોધ કાર્યકરોની અટકાયત કરાઈ હતી