પ્રદુષણને કાબુમાં લેવાં પેટ્રોલ-ડીઝલનાં બદલે ઈલેકટ્રીક વાહનોનો ટ્રેંડ શરૂ થયો છે. ત્યારે ઈલેકટ્રીક ટુ-વ્હીલરમાં અપાતી 40 ટકાની સબસીડી ઘટાડીને 15 ટકા કરવાની દરખાસ્તને પગલે ઈલેકટ્રીક-ટુ-વ્હીલરનાં ભાવમાં વધારો થવાની સંભાવના છે.
કેન્દ્રનાં ભારે ઉદ્યોગ મંત્રાલય દ્વારા આ દરખાસ્ત કરવામાં આવી છે જે વિશે આખરી નિર્ણય આંતર-મંત્રાલય કમીટી લેશે. સુત્રોના કહેવા પ્રમાણે ઈલેકટ્રીક વાહનોના વધુ ગ્રાહકોને સબસીડી આપી શકાય તેવા ઉદેશ સાથે આ ભલામણ કરવામાં આવી છે.થ્રી-વ્હીલર માટેની સબસીડી ફાળવણી વણવપરાયેલી છે. તે પણ ટુ-વ્હીલર માટે ટ્રાન્સફર કરવા સુચવાયું છે.
- Advertisement -
આ દરખાસ્તનો સ્વીકાર થવાના સંજોગોમાં વધુ ગ્રાહકો સબસીડીનો લાભ મેળવી શકશે. જોકે ઈલેકટ્રીક સ્કુટરનાં ભાવ વધશે.અત્યાર સુધીમાં 5.63 લાખ ગ્રાહકોને સબસીડીનો લાભ અપાયો છે. વર્તમાન સબસીડી ચાલુ રાખવામાં આવે તો બે જ મહિનામાં બજેટ વપરાઈ જવાની સ્થિતિ છે.