ચીન દ્વારા હવામાં ચાલતી વિશ્ર્વની એકમાત્ર ‘સ્કાઈ ટ્રેન’ તૈયાર કરાઇ
ખાસ-ખબર સંવાદદાતા
ચીન દ્વારા હવામાં ચાલતી વિશ્વની એકમાત્ર સ્કાઈ ટ્રેન તૈયાર કરવામા આવી છે. આ ટ્રેન જમીન પર નહીં પણ હવામાં રેલ લાઈન્સ પર આગળ વધશે. આ સ્કાઈ ટ્રેન એક સાથે ઘણા પ્રવાસીઓને લઈ જવા સક્ષમ રહેશે.
હાઈ સ્પીડ બુલેટ ટ્રેન માટે ચીન વિશ્વના જાણીતા દેશોમાંથી એક છે. હવે ચીને ઑટોનોમસ સ્કાઈ ટ્રેન બનાવી નવો રેકોર્ડ બનાવ્યો છે. ચીને પ્રથમ ઓટોનોમસ ઑલ્ટ 147 સ્કાઈ ટ્રેન અને ઑલ્ટ 148 તૈયાર કરી લીધી છે.
સ્કાઈ ટ્રેન સંપૂર્ણ પણે નવી ટેકનોલોજી ધ સસ્પેન્શન રેલવે પર આધારિત છે.
આ સ્કાઈ ટ્રેન ખાસ તો નાના શહેરોમાં ઘણી લાભદાયી સાબિત થશે. આ સ્કાઈ ટ્રેનની અનોખી ડિઝાઈન ચીનના લોકોને ઘણી પસંદ આવી રહી છે. ઑટોનોમસ સ્કાઈ ટ્રેન બનાવવા પાછળ 2.18 બિલિયન યુઆનનો ખર્ચ આવ્યો છે. આ સ્કાઈ ટ્રેન 80 કિ.મી. પ્રતિ કલાકની ગતિએ દોડશે. આ ટ્રેન એકવારમાં 200થી વધુ લોકોને લઈ જવા સક્ષમ રહેશે.