ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.2
રાજ્ય સરકારના માર્ગદર્શન અનુસાર ટેકાના ભાવે ચણા અને રાયડાના વેચાણ માટે રજીસ્ટ્રેશન કરાવેલ જૂનાગઢ જિલ્લાના તમામ ખેડુતોએ ઇ-સમૃઘ્ધ B-kd©Â^ https://esamridhi.in// આ વેબ પોર્ટલ પર પાક અને સર્વે નંબર સાથે નોંધણી કરાવેલી છે. તે સર્વે નંબરની સેટેલાઇટ ઇમેજ સાથે સરખામણી કરતા જે સર્વે નંબરોમાં પાક જોવા મળેલ નથી તો તેવા ખેડુતોને આ બાબતે આઇ- ખેડુત પોર્ટલ મારફત મેસેજ/ જખજ કરવામાં આવેલ છે.
જે કોઈ ખેડુતોને આવો મેસેજ આવેલો હોય અને આ બાબતે આપને કોઈ વાંધો હોય તો આપના વિસ્તારના ખેતીવાડી ગ્રામ સેવક/ વિસ્તરણ અધિકારી (ખેતી)ને જરૂરી આધાર પુરાવા સહ અરજી રજુ કરવાની રહેશે. જેથી આગળની કાર્યવાહી હાથ ધરી શકાય. આ અંગે વધુ જાણકારી મેળવવા માટે આપના વિસ્તારના ગ્રામસેવકશ્રી/ વિસ્તરણ અધિકારીશ્રી/ ખેતી અધિકારીશ્રી/ તાલુકા અમલીકરણ અધિકારી/ મદદનીશ ખેતી નિયામક/ જિલ્લા ખેતીવાડી અધિકારીનો સંપર્ક સાધી શકાશે. તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પંચાયત, જૂનાગઢની યાદીમાં જણાવવામાં આવ્યું છે.