અભિનેતા વિક્રાંત મેસી ફિલ્મોમાંથી સંન્યાસ લઈ રહ્યો નથી. તેઓ માત્ર લાંબો વિરામ ઈચ્છે છે. વાસ્તવમાં, વિક્રાંતે સોમવારે એક પોસ્ટ દ્વારા ફિલ્મોમાંથી અનિશ્ચિત સમય માટે બ્રેકની જાહેરાત કરી હતી. તેની પોસ્ટ પરથી લાગતું હતું કે તે હવે ફિલ્મોમાં જોવા નહીં મળે.
જો કે 24 કલાકની અંદર તેણે આ અંગે સ્પષ્ટતા કરી હતી. વિક્રાંતે કહ્યું કે લોકો મેં જે કહ્યું તે બરાબર સમજી શક્યા નથી. હું થોડો થાકી ગયો છું અને પરિવાર સાથે થોડા દિવસો વિતાવવા માંગુ છું.
- Advertisement -
લોકોએ ખોટું અર્થઘટન કર્યું
વિક્રાંતનું કહેવું છે કે, ‘એમની વાતનું લોકોએ ખોટું અર્થઘટન કર્યું, તે રિટાયર નથી થઈ રહ્યા અને નતો એ ઈન્ડસ્ટ્રીને અલવિદા કરશે. તે માત્ર બ્રેક લેવા ઈચ્છતા હતા. વિક્રાંતે એક ફિલ્મ સાઈન કરી છે, જેને તે પૂરી કરશે. આ પછી તે બ્રેક લેશે અને પછી કોઈ સ્ક્રિપ્ટ પર વિચાર કરશે.’
વિક્રાંતે કહ્યું- મારી તબિયત સારી નથી
વિક્રાંત મેસીએ ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં કહ્યું- હું સંન્યાસ લઈ રહ્યો નથી. મારે લાંબા વિરામની જરૂર છે. હું ઘરને મિસ કરી રહ્યો છું અને મારી તબિયત પણ સારી નથી. લોકોએ મારી વાતનું ખોટું અર્થઘટન કર્યું.
- Advertisement -
પરિવાર સાથે સમય વિતાવવા ઈચ્છે છે વિક્રાંત
તમને જણાવી દઈએ કે, વિક્રાંતે તાજેતરમાં જ તેમના ઈસ્ટાગ્રામ એકાઉન્ટ પર લોંગ નોટની પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, તે પોતાના એક્ટિંગ કરિયરમાંથી આરામ લેવા ઈચ્છે છે. તે પરિવાર સાથે સમય વિતાવવા ઈચ્છે છે. થોડા સમય પહેલા જ વિક્રાંત પિતા બન્યાં છે.
વિક્રાંતે પોસ્ટમાં લખ્યું હતું કે, ‘છેલ્લા કેટલાક વર્ષો અને તેના પછીનો સમય ખૂબ અદભૂત રહ્યો. હું તમારા બધાના સપોર્ટ માટે આભાર માનું છું. પરંતુ જેમ જેમ હું આગળ વધી રહ્યો છું, મને અહેસાસ થાય છે કે, આ સમય ફરીથી ખુદની સંભાળ લેવાનો અને ઘરે પાછા જવાનો છે. પતિ, પિતા અને પુત્ર તરીકે અને એક્ટર તરીકે પણ. તેથી 2025 માં આપણે એકબીજાને છેલ્લી વાર મળીશું. સમય યોગ્ય લાગે ત્યાં સુધી. છેલ્લી બે ફિલ્મો અને ઘણા વર્ષોની યાદો. હંમેશા આભારી રહેશે.’