By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પના ત્રાસથી ફ્રાન્સનો મોટો નિર્ણય: હવે વિયેતનામ, બ્રાઝિલ અને સાઉથ આફ્રિકા પણ Linux તરફ?
    14 hours ago
    ઘાયલ ચહેરો અને કપાયેલો પગ… ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈ અંગે નવો ખુલાસો!
    14 hours ago
    શાંતિ મંત્રણા વચ્ચે અમેરિકાએ કર્યો ખેલ! યુદ્ધ જહાજ અને ફાઈટર જેટનો કાફલો મિડલ ઈસ્ટમાં તહેનાત
    15 hours ago
    હોર્મુઝમાં નવું સંકટ પેદા થયું, ઈરાન ઈચ્છે તો પણ ન ખોલી શકે, જહાજો ડૂબવાનો ખતરો વધ્યો
    15 hours ago
    શાંતિ મંત્રણા પહેલા ઈરાનનો વિશ્વને મૌન સંદેશો: લોહીથી ખરડાયેલા દફતર લઈ પાકિસ્તાન પહોંચ્યું પ્રતિનિધિમંડળ
    15 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઈરાનના પૈસા પાછા આપવા તૈયાર થયું અમેરિકા: પાકિસ્તાની PM શાહબાઝને મળ્યું ઈરાનનું ડેલિગેશન
    12 hours ago
    લેમ્બોર્ગિની લઈને જાઓ અને રસ્તો સાફ કરો! હાઈકોર્ટે માલેતુજારનો અહંકાર ઉતાર્યો
    14 hours ago
    મથુરા બોટ દુર્ઘટના પહેલાનો વીડિયો આવ્યો સામે, શ્રદ્ધાળુઓ ભજન-કીર્તન કરી રહ્યા હતા
    14 hours ago
    ₹10,000થી વધુના ઑનલાઈન-પેમેન્ટ પર 1 કલાકની બ્રેક લાગશે
    2 days ago
    ઉત્તરપ્રદેશમાં SIR બાદ 2 કરોડ મતદારોના નામ કપાયા, ફાઈનલ વોટલ લિસ્ટ જાહેર
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPLમાં રાજસ્થાનની સતત ચોથી જીત, છઈઇની હાર
    12 hours ago
    IPL-2026 : મેચ વિનર મુકુલ, 7માં ક્રમે આવીને મેચનું પાસું પલટી નાખ્યું, કોલકાતાના હાથમાંથી જીત ખેંચી લાવ્યો
    2 days ago
    IPL 2026 વચ્ચે BCCIનું નવું ફરમાન: ચાલુ મેચમાં મેદાન પર ‘બિનજરૂરી ભીડ’ નહીં ચાલે!
    3 days ago
    રાજસ્થાનની IPL -2026માં સતત ત્રીજી જીત: મુંબઈને 27 રનથી હરાવ્યું
    4 days ago
    ‘ખાસ ખબર કપ-2026’ વજુભાઈ વાળાના હસ્તે ઉદ્દઘાટન
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    2 days ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    3 days ago
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    3 weeks ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    3 weeks ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ચલે ભી નહીં, ઔર પહુંચ ગએ…
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Naresh Shah > ચલે ભી નહીં, ઔર પહુંચ ગએ…
AuthorNaresh Shah

ચલે ભી નહીં, ઔર પહુંચ ગએ…

Khaskhabar Editor
Last updated: 2022/02/04 at 1:22 PM
Khaskhabar Editor 4 years ago
Share
7 Min Read
SHARE

મારી જિંદગીની આ કેવી રાહ છે ? જેના દરેક માઈલસ્ટોન હાદસાઓથી જ સર્જાયા છે. તુમ થે, તો ઘર નહીં થા. આજ ઘર હૈ તો તુમ નહીં હો

શાહનામા
– નરેશ શાહ

અમૃતા પ્રિતમજીએ જીતી ઈમરોઝને 196રમાં આ પત્ર લખ્યો ત્યારે તેઓ ઈમરોઝથી જરા નારાજ હતા. અલબત્ત, આ નારાજગી ત્રણેક વરસ ચાલી હતી. નવેમ્બર 1960થી ડિસેમ્બર 1963 સુધી. અમૃતાજીના નારાજ હોવાનું કારણ એ હતું કે આ સમયગાળામાં ઈમરોઝ અલગ રહેતા હતા. બન્ને મળતાં દરરોજ પણ અલગ થવાની ક્ષ્ાણો અમૃતાજી માટે ભારેખમ બની જતી. ઉમા ત્રિલોકજીએ સંપાદિત કરેલાં અમૃતા-ઈમરોઝના પત્રોમાંથી પસાર થઈએ ત્યારે આપણને એ પણ જાણવા મળે છે કે ઈમરોઝ કરતાં પોતે ઊંમરમાં મોટા હોવાનો રંજ પણ અમૃતા પ્રિતમને હતો. કારણો બે. એક, ઈમરોઝ તેમને મોડાં મળ્યાં. બીજું કારણ, ઈમરોઝનો સાથ (મોટી ઉંમરને લીધે) ઓછા વરસોની સોગાત હોવાનું અમૃતાજી માનતા. કેટલાંય પત્રોમાં પોતાની વાત લખીને અમૃતાજી પૂછી લેતાં કે હું એંસી વરસની બુઢૃી સ્ત્રી જેવી વાત કરતી હોઊં એવું લાગે છે ને તને જીતી.

Contents
મારી જિંદગીની આ કેવી રાહ છે ? જેના દરેક માઈલસ્ટોન હાદસાઓથી જ સર્જાયા છે. તુમ થે, તો ઘર નહીં થા. આજ ઘર હૈ તો તુમ નહીં હોશાહનામા – નરેશ શાહ

અમૃતા પ્રિતમ ઈમરોઝ માટે મોટાભાગે જીતી અને ઈમવા નું સંબોધન કરતાં પણ ઈમરોઝ તેને આશી, જોરબી, મેરી જાન, મેરી પ્યાર, મેરી કિસ્મત, મેરી મલ્લિકા, મેરી બરક્ત અને માજા તરીકે સંબોધતા. જોકે સ્પેનિશ નોવેલ ધ નેકેડ માજા વાંચ્યા પછી તેઓએ અમૃતાજીને માજા કહેવાનું શરૂ ર્ક્યું. પછીથી તેમને માજા (મારું) નો મરાઠી અર્થ ખબર પડી એટલે માજા સંબોધન વધુ ગમવા માંડેલું. જોકે રસોઈમાં કામ કરતાં અમૃતાજીને તેઓ હંમેશ બરક્તેં કહીને જ બોલાવતાં : તુમ મેરી કિસ્મત બની રહેના, ફિર ક્સિી બદકિસ્મતી કી મુઝે પરવાહ નહીં

- Advertisement -

ઈમરોઝ અમૃતા પ્રિતમથી સાત વરસ નાના હતા. અમૃતા પતિ અને પ્રેમી છોડીને બે સંતાનો સાથે એકલા રહેતા હતા. 19પ6માં પ્રથમ વખત મળેલાં ઈમરોઝ સાથેની આત્મીયતા 19પ9 સુધીમાં ઘેઘુર બની ગઈ હતી. એ જ અરસામાં ઈમરોઝ એક પત્રમાં લખે છે : એક મકાન, બહુ સુંદર જગ્યા પર લીધું છે. આવીને તેને ઘર બનાવી દો. આપણું અને આપણા સપનાંનું ઘર… જિંદગીમાં પહેલી વખત મેં ઘર (હોય એવું) ઈચ્છયું છે… મારા પર ભરોસો કરો. મારા લગાવ પર વિશ્ર્વાસ મૂકો… ઈમરોઝ ઈચ્છતાં કે અમૃતા તેમની પાસે આવી જાય, અમૃતા ઈચ્છતાં કે ઈમરોઝ તેમની પાસે આવી જાય. શક્ય છે કે આ જ ઝંખનાઓના કારણે 1960 થી 1963 વચ્ચે તેમની દરમિયાન મીઠી નારાજગી જન્મી હોઈ શકે પણ એ લાંબી ટકી નહીં. 1964થી ઈમરોઝ અમૃતાજીની સાથે રહેવા આવી ગયા હતા. ઈમરોઝ ચિત્રકાર હતા તેમ સરસ લખી પણ શક્તા (તેમના લખાણોના પુસ્તક પ્રગટ થયા છે ) એક પત્રમાં ઈમરોઝનું આ સ્ટેટમેન્ટ જૂઓ : ટૂ લવ સમબડી ઈઝ નોટ જસ્ટ એ સ્ટ્રોંગ ફિલિંગ઼ ઈટ ઈઝ એ ડિસિઝન, એ જજમેન્ટ. કોઈને ચાહ્યું એ માત્ર આવેશમય લાગણી નથી હોતી પણ (ખરેખર તો એ) એક નિર્ણય હોય છે

ઈમરોઝ માટે અમૃતા પ્રિતમ શું હતા, એ પત્રોમાંથી તો સતત છલકાઈ છે પણ કવિતામાં ઢાળીને એ વાતને ઈમરોઝ આ રીતે મૂકે છે : ના ક્સિી સે બાત કર કે બાત બની, ના ક્સિી કે સાથ ચલ કર કહીં પહૂંચે, ના ક્સિી કે સાથ સો કર જાગે… વહ મીલી, ઉસને મુઝે દેખા પતા નહીં ક્યા દેખા, મૈંને ઉસે દેખા પતા નહીં ક્યા દેખા… બોલે ભી નહીં પર બાત બન ગઈ, ચલે ભી નહીં ઔર પહુંચ ગએ, સોયેં ભી નહીં ઔર જાગ ગએ

આ જ પ્રેમ છે, જેમાં સરાબોર ડૂબવાની ઝંખના દરેકને હોય છે પણ ઈમરોઝ-અમૃતાજી જેવું સમર્પણ ન હોય તો એ સંઘર્ષમાં પરિવર્તિત થઈ જાય છે. એમાં સમજણ ન હોય તો એ સોફટ નથી રહેતું પણ બરછટ થઈને બટકી જાય છે. ઈમરોઝ-અમૃતાને મન ભરીને વાંચ્યા-મહેસુસ ર્ક્યા પછી સમજાઈ છે કે, કશુંય પામવું ન હોય ત્યારે ઘણુંબધું આપી શકાતું હોય છે અને આપતા રહીએ ત્યારે અનુભવાય છે કે કશુંય ખાલીખમ થતું હોતું નથી. ઈમરોઝ અને અમૃતા પ્રિતમજીના ભૂતકાળ, ઘટના, તૂટન અને કદાચ, સોચ-સમજ અલગ હતા પણ ઈમરોઝને તેનાથી મતલબ નહોતો. અમૃતાજી તો અનેક વખત પોતાના જૂના જખમ પત્રમાં ખોતરતાં. એક પત્રમાં તેઓ ઈમરોઝને લખે છે : તારા અને મારા નસીબમાં બહુ ફરક છે. તમે એ ખુશનસીબ છો (કે) જેને પ્રેમ કરો (તે) તમારા એક ઈશારા પર આખી દુનિયા ઓવારી દે… પણ હું એ બદનસીબ છું(કે) જેને મહૌબ્બત કરી, તેણે મારા માટે પોતાના ઘરના દરવાજા બંધ કરી દીધા.

- Advertisement -

દુ:ખોએ હવે મારા હૃદયની ઊંમર બહુ મોટી કરી નાખી છે : અમૃતા પ્રિતમ-ઈમરોઝના પત્રો માત્ર તેમના મનોજગત કે મનોઈચ્છા કે મનોતરંગોને જ વ્યક્ત નથી કરતાં પણ શાંતચિત્તે એ વાંચો તો તમને એ ઓરામાં તાણી જાય છે. જયાં મળે છે નિર્મળ સંવેદનોની શાંત ધારા, જેમાં ભીંજાવું ગમે કારણ કે પ્રદૂષિત સોચના આ વિશ્ર્વમાં આવી નિર્ભેળ લાગણીઓ જોવા-અનુભવવા મળતી નથી. અમૃતા-ઈમરોઝના ખતોં કા સફરનામા ખરેખર તો પ્રેમમંદિર પર બિલિપત્રના અભિષેક સમાન છે. અહીં પ્રેમ છે .પીડા છે. સૌહાર્દ છે. સચ્ચાઈ છે. આશંકા છે. આશા છે તો ક્યાંક દુનિયાદારી પણ છે. એક પત્રમાં ઈમરોઝ લખે છે : એક સમય હતો કે આપણે કોઈ સંબંધ બનાવતી વખતે કે કોઈ કામ કરતી વખતે કે કોઈ વ્યાપાર શરૂ કરતી વખતે કે કોઈ કામ કરતી વખતે કે કોઈ વ્યાપાર શરૂ કરતી વખતે કે કંઈપણ કરતી વખતે બિસ્મિલ્લાહ બોલતા હતા. પરંતુ હવે કોમ્પ્રોમાઈઝ શબ્દ સંભળાય છે. એ જાણવા છતાં કે કોમ્પ્રોમાઈઝ કમજોરી અને ડરમાંથી જન્મે છે…

એક મકાન, બહુ સુંદર જગ્યા પર લીધું છે, આવીને તેને ઘર બનાવી દો, આપણું અને આપણા સપનાંનું ઘર…

ઈમરોઝ-અમૃતાજીના સંબંધમાં ક્યાંય કોમ્પ્રોમાઈઝ હતા કે નહીં, એ આપણે જાણતાં નથી. જાણવામાં રસ પણ નથી કારણકે, એમાંથી ચળાઈને આવતી પ્રાર્થના કે સજદા જેવી સુરખી એ સાબિત કરે છે કે બિસ્મિલ્લાહથી આ સંબંધની નીંવ નંખાઈ હોવી જોઈએ. સાહિરે ભલે લખ્યું, પણ ઈમરોઝ-અમૃતના અફસાનાને ભૂલવું વાજબી લાગતુંનથી. હા, આ જ ગીતની પંક્તિઓ પર વિચારવા જેવું ખરું: ના મૈં તુમ્સે કોઈ ઉમ્મીદ રખું, દિલ નવાઝી કી, ના તુમ મેરી તરફ દેખો – ગલત અંદાઝ નજરોં સે.

You Might Also Like

ફ્લેટધારક માત્ર રહેવાસી નહીં, સોસાયટીનો હિસ્સેદાર છે: GCSA અને રેરા હેઠળ મળ્યા છે મજબૂત અધિકારો

ઝોમ્બી ડ્રગ્સ: પશુઓ માટેની દવા ઝાયલેઝીનનો દુરુપયોગ!

આવો, આપણે સૌ સાથે મળીને ભારતની નારી શક્તિને સશક્ત કરીએ

ભાજપાનો 46મો સ્થાપના દિવસ: 2 બેઠકથી શરૂ થયેલી સફર આજે 300ને પાર

ઇન્ટરનેશનલ હેપ્પીનેસ ડૅ: સાચી ખુશી વહેંચવાથી વધે છે, સંગ્રહ કરવાથી નહીં

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મેડિટેશન એટલે કે ધ્યાન વિશે જે.કૃષ્ણમૂર્તિ
Next Article દ્રઢ સંકલ્પથી પ્રચંડ પુરુષાર્થ કરવાની તૈયારી હોય તો કશું જ અશક્ય નથી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

ઉમેદવારી પત્રો ભરવાના અંતિમ દિવસે પક્ષ-પલટા અને ભારે ખેંચતાણ સાથે રાજકીય ગરમાવો

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
ફોર્મ ભરવાના અંતિમ દિવસે ઉમેદવારોનો ધસારો કોંગ્રેસે નામ જાહેર કર્યા વગર જ ઉમેદવારી પત્રો ભર્યા
ખેલાડીઓનું પાવરફૂલ પ્રદર્શન: હાઈએસ્ટ સ્કોર અને પ્રથમ હેટ્રિકથી મેદાન ગૂંજી ઉઠ્યું
રાજકોટના રેસકોર્સ મેદાનમાં આજથી ‘માનવ ઉત્કર્ષ મહોત્સવ’નો મંગલ પ્રારંભ
ફ્લેટધારક માત્ર રહેવાસી નહીં, સોસાયટીનો હિસ્સેદાર છે: GCSA અને રેરા હેઠળ મળ્યા છે મજબૂત અધિકારો
IPLમાં રાજસ્થાનની સતત ચોથી જીત, છઈઇની હાર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

ફ્લેટધારક માત્ર રહેવાસી નહીં, સોસાયટીનો હિસ્સેદાર છે: GCSA અને રેરા હેઠળ મળ્યા છે મજબૂત અધિકારો

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
Bhavy Raval

ઝોમ્બી ડ્રગ્સ: પશુઓ માટેની દવા ઝાયલેઝીનનો દુરુપયોગ!

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
Author

આવો, આપણે સૌ સાથે મળીને ભારતની નારી શક્તિને સશક્ત કરીએ

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?