ટૉલ ધરાવતા હાઈવે પર 20 કિમી જઈને પરત આવવા પર ટેક્સ નહીં કપાય
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
દેશભરમાં પથરાયેલા ટોલનાકા પર વાહનોની કતારોથી ઈંધણ અને સમયની બરબાદી રોકવા માટે નવી-નવી સીસ્ટમ લાગુ કરવામાં આવી જ રહી છે હવે સેટેલાઈટ આધારીત અર્થાત જીએએસએમ સીસ્ટમ હેઠળ હાઈવે પર 20 કીમી સુધીની મુસાફરી પર કોઈ ટોકટેકસ નહિં ચુકવવો પડે. આવવા-જવા પર 40 કીમીનો લાભ મળશે.પ્રથમ તબકકે કોમર્શિયલ વાહનોમાં આ લાભ આપવામાં આવ્યો છે.
નેશનલ હાઈવે ઓથોરીટીનાં સુત્રોએ કહ્યું કે પ્રથમ તબકકે ચાર કરોડ કોમર્સીયલ વાહનોને આ સુવિધાનો લાભ મળશે.આ વાહનોમાં કંપની તરફથી જ સેટેલાઈટથી ટોલ વસુલ કરતી ડીવાઈસ ફીટ કરી દેવામાં આવતી હોય છે. આ ડીવાઈસ વિનાના વાહનો માર્કેટમા તે ફીટ કરાવી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. નવી સીસ્ટમ હેઠળ ટોલ વસુલી ધરાવતા દેશના કોઈપણ હાઈવે કે એકસપ્રેસને પર 20 કીમી સુધી જવા કે આવવા પર કોઈ ટોલટેકસ નહી કપાય. અંતર વધુ એક કીમી થાય તો 21 કીમીનો ટોલટેકસ ચુકવવો પડશે. અધિકારીઓનાં કહેવા પ્રમાણે વર્તમાન 20 કીમીની સીસ્ટમ સ્થાનિક લોકો માટે છે. સેટેલાઈટ આધારીત સીસ્ટમ હેઠળ તમામને લાભ મળશે. કોઈપણ વાહન દેશનાં કોઈપણ ભાગમાં હોય અને માત્ર 20 કીમીનું અંતર કાપે તો ટોલટેકસ નહી કપાય. ટોલનાકા પર જીએનએસએમ સીસ્ટમ આધારીત વાહનો માટે અલગ લાઈન હશે. જેમ સીસ્ટમ ન ધરાવતું વાહન ઘૂસી જાય તો ડબલ ટોલ ટેકસ વસુલવામાં આવશે. નવી ટોલટેકસ સીસ્ટમનો પાયલોટ પ્રોજેકટ ગત જુલાઈથી શરૂ થયો હતો હવે દેશભરમાં લાગુ કરવાની તૈયારી છે અને આ માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ લાગુ થશે.