કૂનો નેશનલ પાર્ક બાદ હવે ગાંધી સાગર અભયારણ્યમાં ચિત્તાઓને વસાવાની યોજના
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.22
- Advertisement -
દક્ષિણ આફ્રિકાએ ભારતને નવા ચીત્તાઓ મોકલવા માટે તૈયારીઓ શરૂ કરી છે, તો ભારતે પણ આ ચીત્તાઓને વસાવવા કૂનો નેશનલ પાર્ક બાદ નવું પાર્ક બનાવવાની તૈયારીઓ ઝડપી શરૂ કરી દીધી છે. બીજી તરફ ચીતાઓ મોકલે તે પહેલા દક્ષિણ આફ્રિકાએ ભારત સમક્ષ શરત રાખી છે અને કહ્યું છે કે, ‘પહેલા નવા નેશનલ પાર્કમાંથી હાલના ચીત્તાઓને બહાર નિકાળવા પડશે.’
મળતા અહેવાલો મુજબ ભારતે કૂનો નેશનલ પાર્ક બાદ હવે મંદસૌરના ગાંધી સાગર અભ્યારણ્યમાં પણ ચીત્તાઓ વસાવવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. એવું કહેવાય છે કે, ચોમાસાની સિઝન બાદ દક્ષિણ આફ્રિકાથી આવનારા ચીત્તાઓને ગાંધી સાગર અભ્યારણ્યમાં રખાશે. ઉલ્લેખનીય છે કે, દક્ષિણ આફ્રિકાના નિષ્ણાંતોએ નવા અભ્યારણ્યમાં નિરિક્ષણ કર્યું હતું. આ દરમિયાન નિષ્ણાંતોને નવા પાર્કમાં ચીત્તાઓ હોવાની માહિતી મળી હતી. ત્યારબાદ ચીત્તાઓમાં સંક્રમણ ફેલાવાના ખતરાને ધ્યાને રાખી નિષ્ણાંતોએ શરત રાખી છે કે, નવા અભ્યારણ્યમાંથી હાલ રહેતા ચીત્તાઓને બહાર કાઢવામાં આવે. આફ્રિકી નિષ્ણાંતો પાસેથી મળેલા સૂચનો બાદ વન વિભાગે આદેશ જારી કર્યા છે. વન વિભાગના એડિશનલ મુખ્ય સચિવ જે.એન.કંસોટિયાએ ગાંધી સાગર અભ્યારણ્યમાંથી ચીત્તાઓને અન્યત્રણ ખસેડવા અધિકારીઓને સૂચના આપી છે.
ચીત્તાઓ માટે ગાંધી સાગર અભ્યારણ્ય તૈયાર
સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધી સાગર અભ્યારણ્યમાં તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. ચીત્તાઓ માટે આઠ ક્વોરન્ટાઈન વાડા બનાવાયા છે. આ ઉપરાંત સીસીટીવી કેમેરા પણ લગાવાયા છે. ચીત્તોની સારવાર માટે એક મેડિકલ ટીમ પણ તહેનાત કરાઈ છે. મળતા અહેવાલો મુજબ ચોમાસાની સિઝન બાદ શિયાળામાં આફ્રિકાથી ચીત્તોની ખેપ આવશે. ગાંધી સાગર અભ્યારણ્યના રાવલીકુડીમાં 28 કિલોમીટર લાંબો વાડો બનાવાયો છે, જે 64 વર્ગ કિલોમીટર ફુટમાં ફેલાયેલો છે. ચીત્તાઓને પ્રતિ વર્ગ કિલોમીટર 20 શાકાહારી વન્ય પ્રાણીઓની જરૂર હોય છે, પરંતુ હાલ પ્રતિ વર્ગ કિલોમીટરમાં 15 શાકાહારી વન્ય પ્રાણી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વરસાદ પહેલા શાકાહારી જંગલી પ્રાણીઓની સંખ્યા પ્રતિ ચોરસ કિલોમીટર વધીને 20 થઈ જશે.
- Advertisement -
સપ્ટેમ્બર-2022માં નામીબિયાથી લવાયા હતા ચીત્તા
અત્રે એ નોંધનીય છે કે, ભારતમાં 70 વર્ષ બાદ ફરી ચીત્તાઓનો વસવાટ કરાયો છે. વર્ષ 2022માં 17 સપ્ટેમ્બરે મધ્યપ્રદેશા શ્યોપુરના કૂનો નેશનલ પાર્કમાં નામીબિયાથી આઠ ચીત્તાઓ લવાયા હતા. ત્યારબાદ વર્ષ 2023માં 18 ફેબ્રુઆરીએ દક્ષિણ આફ્રિકાથી ચીત્તાઓ લવાયા હતા. કૂનો નેશનલ પાર્ક બાદ હવે ગાંધી સાગર અભ્યારણ્યમાં ચીત્તાઓને વસાવાની યોજના છે.
ભારતમાં છેલ્લો ચિત્તો વર્ષ 1948માં છત્તીસગઢ રાજ્યમાં દેખાયો હતો.સરકારે ચિત્તાની શોધ કરી આપનાર માટે 5 લાખનું ઇનામ પણ જાહેર કર્યું હતું. પરંતુ કોઇને ચિત્તા દેખાયાો નહોતા.કહેવાય છે કે મુગલ રાજા અકબરે તેના શાસન કાળમાં લગભગ 1000 ચિત્તા સાચવી રાખ્યા હતા.એ સમયે દેશમાં ચિત્તાઓની સંખ્યા ખુબ જ વધારે હતી. એવા અનેક ઐતિહાસિક પુરાવા છે જેનાથી જાણી શકાય છે તે આઝાદી પહેલા મુઘલ કાળમાં આઝાદી પહેલા સુધી કેટલાક નવાબો અને રાજા મહારાજ ચિત્તા પાળવાનો ખતરનાક શોખ ધરાવતા હતા. ચિત્તાઓને સાંકળોથી બાંધીને રખાતા. ઘણીવાર નવાબો તેમના વિરોધી અને દુશ્મનોને સજા આપવા તેમને ચિત્તાઓ સામે જીવતા નાંખી દેતા.
જાણકારી મુજબ ભારતમાં આઝાદી બાદ 1947માં છેલ્લા 3 એશિયાઇ ચિત્તા બચ્યા હતા. છત્તીસગઢમાં કોરિયાના મહારાજા રમાનુજ પ્રતાપ સિંહ દેવે 1947માં ત્રણ ચિત્તાઓનો શિકાર કર્યો હતો. ચિત્તાઓને ફરથી દેશમાં લાવવા માટે લાંબા સમયથી પ્રોજક્ટ ચાલી રહ્યો છે. આ પ્રયાસ 70 વર્ષ બાદ હવે સફળ થયો છે. જે દેશ માટે પણ ગર્વની વાત છે. વર્ષ 1970ના દશકમાં પણ ઇરાનથી ચિત્તા ભારત લાવવાના પ્રયાસ થયા હતા પરંતુ એ સફળ ના થઇ શક્યા.વર્ષ 2009માં ચિત્તાઓના પુનર્વસન માટે કેંદ્ર અને રાજ્ય સરકાર સાથે આંતરરાષ્ટ્રિય ચિત્તા નિષ્ણાતોની ચર્ચા થઇ.વર્ષ 2010માં વાઇલ્ડ લાઇફ ઇંસ્ટીટ્યૂટે ભારતમાં ચિત્તાના ફરી વસવાટ માટે અનેક ક્ષેત્રોનું સર્વેક્ષણ કર્યું.
2019માં સુપ્રીમ કોર્ટે ચિત્તાને ભારત લાવવાની પરવાનગી આપી. સાથે જ કોર્ટે રાષ્ટ્રિય વાઘ સંરક્ષણ પ્રાધિકરણને ચિત્તાઓ માટે યોગ્ય સ્થળ શોધવાનો આદેશ આપ્યો. જેના કારણે 17 સપ્ટેમ્બરે ચિત્તા 7 દશક બાદ ભારતમાં દેખાશે.
ચિત્તા, દીપડા અને જેગુઆર વચ્ચેનો તફાવત
ઘણા લોકોને એ વાત પર વિશ્વાસ નથી થતો કે ભારતમાં 7 દશકથી ચિત્તા નથી. પણ તમે જે ચિત્તા જેવા પ્રાણીને જોયા છે તે જેગુઆર કે દીપડા હોય છે. તેમની શરીરની બનાવટ અને તેના ટપકાને આધારે તે તમામ એક બીજાથી અલગ પડે છે. આ ગ્રાફિક્સના આધારે તમે તેમને વધારે સારી રીતે જાણી શકશો.