Whatsapp ની દુનિયામાં, આપણે ઘણીવાર એવા ગ્રુપમાં સામેલ થઈએ છીએ જેનો ભાગ બનવા માંગતા નથી, પરંતુ અન્યને સૂચિત કર્યા વિના તેમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો નથી. આ મુદ્દાનો ઉકેલ લાવવા માટે, કંપનીએ આખરે આના પર કામ કરવાનું શરૂ કરી દીધું છે.
હાલમાં, મેસેજ રીએક્શન, મોટી સાઇઝની ફાઈલ ટ્રાન્સફર, વગેરે જેવા નવા ફિચર્સ એડ કર્યા બાદ હવે વોટ્સેપ નવા વધુ ફેરફારો લાવે છે. તેમાંથી એક છે કે તમે હવે કોઈ અન્ય સભ્યોને ન ખબર પડે તે રીતે વોટ્સેપ માંથી નીકળી શકશો, ફકત ગ્રુપ એડમીનને જ ખબર પડશે.
- Advertisement -
આ સુવિધા હજુ ડેવલોપમેન્ટ હેઠળ છે અને બીટા વપરાશકર્તાઓ સુધી પહોંચવામાં થોડો સમય લેશે. વોટ્સએપ ગ્રૂપમાંથી શાંતિપૂર્વક બહાર નીકળવાની ક્ષમતા Android, iOS અને ડેસ્કટોપ વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી અપેક્ષા છે.
Whatsapp ટૂંક સમયમાં તમને એક જ ગ્રુપમાં 512 લોકોને એડ કરવાની મંજૂરી આપશે. હાલમાં, મર્યાદા 256 સભ્યો છે. ગ્રૂપ એડમિન્સને તેમના તમામ ગ્રુપને વધુ સારી રીતે હેન્ડલ કરવા માટે, તેણે કમ્યુનિટી ટેબ પણ રજૂ કરી છે, જે ટૂંક સમયમાં યુઝર્સ સુધી પહોંચશે.