ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.26
જૂનાગઢ નેત્રમ શાખા દ્વારા રોજ બરોજ શહેરમાં લોકના થેલા તેમજ જરૂરી ડોક્યુમેન્ટ સહીત મોબાઈલ અને કિંમતી ચીજવસ્તુ પડી જવી અથવા ભુલાઈ જવાના બનાવો સામે આવી છે ત્યારે વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરાથી નેત્રમ શાખા ટીમ અને પોલીસ દ્રારા પ્રજાનો મિત્રના સૂત્ર સાર્થક કરી બતાવ્યું છે.
- Advertisement -
જામનગરના વતની જયદિપસિંહ અર્જુનભાઇ ડોડીયા જરૂરી કામ સબબ જૂનાગઢ આવેલ હોય ત્યારે ઝાંઝરડા રોડ પર એક દુકાને ગયેલ હોય ત્યાં તેમનો રૂ. 20,000ની કિંમતનો મોબાઇલ ફોન ખીસ્સામાંથી પડી ગયેલ હોય જયદિપસિંહ જે દુકાન પર ગયેલ હતા તે દુકાન પર તપાસ કરી તથા પોતે જે રૂટ પરથી પસાર થયેલ તે રૂટ પર પણ તપાસ કરેલ પરંતુ તે મોબાઇલ ફોન મળી આવેલ નહિ. મોબાઇલ ફોન પણ સ્વીચ ઓફ થઇ ગયેલ હોય જેથી ખોવાયેલ મોબાઇલ ફોન કેવી રીતે શોધવો પ્રયત્ન કરેલ અને ત્યાર બાદ નેત્રમ શાખાના કમાન્ડ કંટ્રોલ સેન્ટરના પીએસઆઇ પી.એચ.મશરૂને કરતા નેત્રમ શાખા અને પોલીસ સ્ટાફ દ્રારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ ત્યાર બાદ શહેરમાં લાગેલ નેત્રમના સીસીટીવી ફૂટેજના આધારે એક વ્યક્તિ પડી ગયેલ મોબાઈલ લઈને બાઈક પર જતો હોવાનું સામે તે વ્યક્તિને શોધીને માત્ર 12 કલાકમાં મોબાઈલ શોધી આપેલ અને મુળ માલિકને પરત મોબાઈલ મળી આવતા પોલીસનો આભાર વ્યક્ત કરેલ.