જૂનાગઢ નેત્રમ શાખાને વધુ એક સન્માન
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.12
- Advertisement -
ગુજરાત પોલીસમાં વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલા સીસીટીવી કેમેરાનો ઉત્કૃષ્ટ ઉપયોગ કરી ગુનાઓના ભેદ ઉકેલવા બદલ, જૂનાગઢની નેત્રમ શાખાને ગુજરાત રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય સાહેબના હસ્તે સન્માનિત કરવામાં આવી છે.
આ એવોર્ડ નેત્રમ શાખાને મળેલ 17મો (સત્તરમો) એવોર્ડ છે, જેની સાથે જૂનાગઢ પોલીસને મળેલા કુલ એવોર્ડની સંખ્યા 22 થઈ છે. ગુજરાત રાજ્યના પોલીસ વડાની કચેરી દ્વારા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરીને શ્રેષ્ઠ કામગીરી કરનાર જિલ્લાઓને દર ત્રણ મહિને એવોર્ડ એનાયત કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં કમિટી દ્વારા વિજેતાઓના નામ નક્કી કરી ડીજીપી વિકાસ સહાયના હસ્તે રૂપલબેન છૈયાને સન્માન પત્ર આપવામાં આવેલ. જૂનાગઢ રેન્જના આઈ.જી.પી. નિલેશ જાજડીયા અને જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા દ્વારા નેત્રમ શાખાને સતત માર્ગદર્શન આપ્યું છે. જેમાં શહેરમાં ટ્રાફિક નિયમન જાળવવું, બનતા ગુનાઓનો ભેદ ત્વરિત ઉકેલવો, કોઈ વ્યક્તિનો કીમતી સામાન ગુમ થયો હોય કે ભૂલી ગયા હોય, તો તે સામાન ત્વરિત શોધી કાઢવો આ સૂચનાઓ દ્વારા પોલીસ પ્રજાનો મિત્ર છે સૂત્રને સાર્થક કરવામાં આવી રહ્યું છે. જૂનાગઢ હેડ ક્વાર્ટર ડી.વાય.એસ.પી. એ.એસ. પટણીના માર્ગદર્શન હેઠળ, પી.એસ.આઈ. પ્રતિક મશરૂના સીધા સુપરવિઝનમાં નેત્રમ શાખાના પી.એસ.આઈ. એચ.પી. મકવાણા અને 25 પોલીસ સ્ટાફ તેમજ એન્જીનીયરશ્રીઓ 24*7 ફરજ બજાવી રહ્યા છે.



