ખાસ-ખબર સંવાદદાતા
અમદાવાદના વતની ઉજવલકુમાર જૂનાગઢ ફરવા આવેલ ત્યારે બસ સ્ટેન્ડ થી સક્કરબાગ જવા માટે ઓટો રીક્ષામાં બેઠા હતા ત્યારે તેનો થેલો ગમ થયો હતો અને થેલામાં કપડાં સહીત જરૂરી સમાન રૂ.5 હજારનો થેલો ગુમ થતા પોલીસને જાણ કરી હતી પોલીસ સાથે નેત્રમ શાખા પીએસઆઇ પ્રતીક મશરૂ અને સ્ટાફ દ્વારા શહેરમાં લગાવામાં આવેલ સીસીટીવી કેમરાના આધારે રીક્ષાને શોધી કાઢી હતી અને રીક્ષા ચાલકને પુછપરછ કરતા થેલો તેની પાસે હોવાનું જણાવ્યું હતું અને ગણતરીની કલાકોમાં થેલો શોધી મૂળ મલિક ને પરત કર્યો હતો.