ચીનના હાંગઝોઉમાં રમાઈ રહેલી 19મી એશિયન ગેમ્સનો આજે ત્રીજો દિવસ છે. નેહા ઠાકુરે સેલિંગમાં સિલ્વર મેડલ જીત્યો, આ સાથે જ એશિયન ગેમ્સમાં ભારતે એક ડઝન મેડલ જીતી લીધા છે.
Great performance by Neha Thakur who represented India in the Girl's Dinghy – ILCA 4 category. Hearty congratulations on winning the SILVER MEDAL at the #AsianGames2022
A good beginning as this is India's 1st medal in Sailing!#Cheer4India #JeetegaBharat 🇮🇳 pic.twitter.com/z3FYHPraHt
- Advertisement -
— Kiren Rijiju (@KirenRijiju) September 26, 2023
એશિયન ગેમ્સમાં ભારતે એક ડઝન મેડલ જીતી લીધા છે. જેમાં 2 ગોલ્ડ મેડલ છે. ત્રીજા દિવસે ભારત માટે પહેલો મેડલ મળી ગયો છે. નેહા ઠાકુરે સેલિંગમાં સિલ્વર મેડલ જીત્યો છે. 17 વર્ષની નેહા ઠાકુરે ગર્લ્સ ડીંગી ILCA4 ઇવેન્ટમાં 11 રેસમાં કુલ 27 પોઈન્ટ સાથે સિલ્વર જીત્યો હતો. થાઈલેન્ડની નોપાસોર્ન ખુનબૂનજાને 16 પોઈન્ટ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો જ્યારે સિંગાપોરની કેઈરા મેરી કાર્લાઈલે 28 પોઈન્ટ સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
- Advertisement -
🥈🌊 Sailing Success!
Neha Thakur, representing India in the Girl's Dinghy – ILCA 4 category, secured the SILVER MEDAL at the #AsianGames2022 after 11 races⛵
This is India's 1️⃣st medal in Sailing🤩👍
Her consistent performance throughout the competition has earned her a… pic.twitter.com/0ybargTEXI
— SAI Media (@Media_SAI) September 26, 2023
ભારતે અત્યાર સુધીમાં 2 ગોલ્ડ સહિત એક ડઝન મેડલ જીત્યા છે
મેહુલી ઘોષ, આશી ચોકસે અને રમિતા જિંદાલ – 10 મીટર એર રાઈફલ ટીમ ઈવેન્ટ (શૂટિંગ): સિલ્વર
અર્જુન લાલ જાટ અને અરવિંદ સિંહ, પુરુષોની લાઇટવેઇટ ડબલ સ્કલ્સ (રોઇંગ): સિલ્વર
બાબુ લાલ અને લેખ રામ, મેન્સ કોક્સલેસ ડબલ્સ – (રોઇંગ): બ્રોન્ઝ
મેન્સ કોક્સેડ 8 ટીમ – (રોઇંગ): સિલ્વર
રમિતા જિંદલ – મહિલા 10 મીટર એર રાઈફલ (શૂટિંગ): બ્રોન્ઝ
ઐશ્વર્ય તોમર, રૂદ્રાંક્ષ પાટીલ અને દિવ્યાંશ પંવાર, 10 મીટર એર રાઈફલ ટીમ ઈવેન્ટ (શૂટીંગ): ગોલ્ડ
આશિષ, ભીમ સિંહ, જસવિન્દર સિંહ અને પુનીત કુમાર – મેન્સ કોક્સલેસ 4 (રોઇંગ): બ્રોન્ઝ
પરમિન્દર સિંઘ, સતનામ સિંઘ, જાકર ખાન અને સુખમીત સિંહ – મેન્સ ક્વાડ્રુપલ સ્કલ્સ (રોઇંગ): બ્રોન્ઝ
ઐશ્વર્ય પ્રતાપ સિંહ તોમર – પુરુષોની 10 મીટર એર રાઈફલ (શૂટિંગ): બ્રોન્ઝ
અનીશ, વિજયવીર સિદ્ધુ અને આદર્શ સિંહ – પુરુષોની 25 મીટર રેપિડ ફાયર પિસ્તોલ (શૂટિંગ): બ્રોન્ઝ
મહિલા ક્રિકેટ ટીમઃ ગોલ્ડ નેહા ઠાકુર સેલિંગ (ડીંગી – ILCA4 ઇવેન્ટ): સિલ્વર