આવું કરનાર ત્રીજો એશિયન ખેલાડી
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.17
દોહા ડાયમંડ લીગમાં ભારતના સ્ટાર જેવલીન થ્રોઅર નીરજ ચોપરાએ 90.23 મીટર ભાલો ફેંક્યો. તેણે પહેલા પ્રયાસમાં 88.44 મીટરનો સ્કોર કર્યો, જ્યારે બીજો થ્રો અમાન્ય રહ્યો. ત્યારબાદ નીરજે ત્રીજા પ્રયાસમાં પોતાના કરિયરનો શ્રેષ્ઠ થ્રો કર્યો. આ નીરજ ચોપરાનો સૌથી લાંબો થ્રો છે. અગાઉ, તેનો શ્રેષ્ઠ થ્રો 89.94 મીટર હતો, જે તેમણે 2022 ડાયમંડ લીગમાં હાંસલ કર્યો હતો.
દોહામાં આયોજિત ઇવેન્ટમાં નીરજ ઉપરાંત, મિડલ ડિસ્ટન્સ રનર ગુલવીર સિંહ 5000 મીટર દોડમાં નવમા સ્થાને રહ્યો. તેણે 12:59.77 મિનિટમાં દોડ પૂરી કરી. તેણે પોતાના પર્સનલ બેસ્ટ રેકોર્ડની બરાબરી કરી.
- Advertisement -
નીરજ ચોપરા ભાલા ફેંકમાં 90 મીટરથી વધુનો સ્કોર કરનાર ત્રીજો એશિયન ખેલાડી બન્યા છે. એટલું જ નહીં, તે આવું કરનાર વિશ્વના 25મા ભાલા ફેંકનાર ખેલાડી
બન્યા છે.નીરજ ચોપરા 2024 ડાયમંડ લીગ ફાઇનલમાં બીજા સ્થાને રહ્યા હતા. તેમણે ત્રીજા પ્રયાસમાં 87.86 મીટરનો શ્રેષ્ઠ થ્રો ફેંક્યો પરંતુ ચેમ્પિયન બનવાથી 0.01 મીટર દૂર રહ્યો. ગ્રેનાડાના એન્ડરસન પીટર્સે પોતાના પહેલા પ્રયાસમાં 87.87 મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે પ્રથમ સ્થાન મેળવ્યું.
ડાયમંડ લીગ શું છે?
ડાયમંડ લીગ એ એથ્લેટિક્સ (ટ્રેક અને ફિલ્ડ) ટુર્નામેન્ટ છે જેમાં 16 એથ્લેટિક્સ ઇવેન્ટ્સ (પુરુષો અને મહિલાઓ)નો સમાવેશ થાય છે. તે દર વર્ષે વિશ્વના વિવિધ શહેરોમાં આયોજિત થાય છે. ડાયમંડ લીગ એથ્લેટિક્સ કેટેગરી દર વર્ષે મે થી સપ્ટેમ્બર દરમિયાન યોજાય છે અને સિઝનનો અંત ડાયમંડ લીગ ફાઈનલ સાથે થાય છે. ડાયમંડ લીગ સીઝનમાં સ્પર્ધાઓની સંખ્યા સામાન્ય રીતે 14 હોય છે, જેમાં ફાઈનલનો પણ સમાવેશ થાય છે, પરંતુ આ સંખ્યા ક્યારેક બદલાય છે. દરેક ઇવેન્ટમાં ટોચના 8 ખેલાડીઓને પોઈન્ટ મળે છે; પ્રથમ ક્રમે આવનાર ખેલાડીને 8 પોઈન્ટ અને 8મા ક્રમે આવનાર ખેલાડીને એક પોઈન્ટ મળે છે. 13 ઇવેન્ટ પછી બધા ખેલાડીઓના પોઈન્ટ ગણવામાં આવે છે. ટોપ-10 સ્થાન મેળવનારા ખેલાડીઓ ડાયમંડ લીગ ફાઈનલ માટે ક્વોલિફાય થાય છે. વિજેતા ખેલાડીને ડાયમંડ લીગ વિજેતાની ટ્રોફી અને રોકડ ઇનામ મળે છે.