અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાએ નવા વર્ષે સૂર્યની એક મનમોહક તસવીર શેર કરી છે. તસવીરમાં સૂર્ય તેજ અને જ્વાળા ઉત્સર્જિત કરતો જોવા મળી રહ્યો છે. નાસા અનુસાર ફ્લેયર્સ અને સૌર વિસ્ફોટ રેડિયો સંચાર, ઈલેક્ટ્રિક પાવર ગ્રિડ અને નેવિગેશન સિગ્નલને પ્રભાવિત કરી શકે છે તેમજ અંતરિક્ષ યાન અને અંતરિક્ષ યાત્રીઓ માટે જોખમ પેદા કરી શકે છે.
પોસ્ટમાં નાસાએ ખુલાસો કર્યો કે સૂર્ય 4.5 અબજ વર્ષ કરતા વધારે જૂનો છે. અમેરિકી અંતરિક્ષ એજન્સીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર નવા વર્ષની શુભકામનાઓ આપતા લખ્યુ, “#HappyNewYear. નાસાએ વધુમાં લખ્યુ કે અમે આપણા સૂર્યની ચારેતરફ એક નવી ઓર્બિટ શરૂ કરી રહ્યા છે જે પૃથ્વીથી 93 મિલિયન માઇલ (150 મિલિયન કિમી) દૂર છે.
- Advertisement -
View this post on Instagram
- Advertisement -
સૂર્યની ઉંમરનું આ રીતે લગાવાય છે અનુમાન
પોસ્ટમાં કહેવામાં આવ્યુ છે કે વૈજ્ઞાનિક આપણા સૌર મંડળની સૌથી પ્રાચીન વસ્તુઓને જોઈને સૂર્યની ઉંમરનું અનુમાન લગાવી શકે છે. નાસાએ શેર કર્યુ કે સૂર્ય આપણા સૌર મંડળના કેન્દ્રમાં છે. આપણા સૂર્યનું ગુરુત્વાકર્ષણ આપણા સૌર મંડળને એકસાથે રાખે છે, સૌથી મોટા ગ્રહોથી લઈને સૌથી નાના અંતરિક્ષ માળખા સુધી.