તા. 26થી 30 અલગ-અલગ કાર્યક્રમોની હારમાળા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સરગમ ક્લબ સંચાલિત સીનીયર સીટીઝન પાર્ક ઇવનિંગ પોસ્ટ માં તા.26/03/25 બુધવાર નાં રોજ 5:30 કલાકે કેટ મ્યુઝીકલ ગ્રુપ દ્રારા એક સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે. તા.27/03/25 ગુરુવાર નાં રોજ 5:30 કલાકે એ. આર. મ્યુઝીકલ ગ્રુપ દ્રારા એક સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે તથા તા.28/03/25 શુક્રવાર નાં રોજ 5:30 રીધમ એન્ડ સાઉન્ડ દ્રારા એક સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ તા. 29/03/25 ને શનિવાર નાં રોજ “સુરીલી સાંજ મ્યુઝીકલ ગ્રુપ દ્રારા 5:30 કલાકે એક સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે. તા.30/03/25 રવિવાર નાં રોજ 5:30 સ્વર સાધના મ્યુઝીકલ ગ્રુપ દ્રારા એક સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે. જુના હિંન્દી ફિલ્મી ગીતો તેમજ મધુર યાદગાર ગીતો કારાઓકે ઉપર રજુ કરવામાં આવશે. તો તમામ સરગમ કલબના ઇવનિંગ પોસ્ટના સભ્યોએ આઇકાર્ડ ઉપર પ્રવેશ મળશે. આઈકાર્ડ સાથે લઈને આવવું ફરજીયાત છે. તેના વગર પ્રવેશ નહિ મળે. તમામ મેમ્બરે સમયસર હાજરી આપવી. કાર્યક્રમને સફળ બનાવવા માટે સરગમ કલબના પ્રમુખ ગુણવંત ડેલાવાળા તેમજ ઇવનિંગ પોસ્ટનાં ઇન્ચાર્જ મનસુખ મકવાણા અને સહ ઇન્ચાર્જ જયપાલસિંહ ઝાલા, હરનેશ સોંલકી, તેજસ બી. પીઠવા, આશિષ રાઠોડ, જ્યોતીબેન એસ. શાહ અને મુકેશ માહી, એચ.પી. પટેલ વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. રાજકોટ કલેકટર તંત્ર દ્વારા નિર્મિત સિનીયર સિટીઝન પાર્ક ઇવનિંગ પોસ્ટમાં સભ્ય બનવા માટે એક વર્ષની ફી માત્ર 200 રૂપિયા છે અને દર અઠવાડિયે ચાર કાર્યક્રમ યોજવામાં આવે છે. સિનિયર સીટીઝન ઈવનીંગ પોસ્ટની ઓફિસ છઉઈ બેંક ની બાજુ માં, સિનિયર સીટીઝન પાર્ક, ઝૂબેલી ગાર્ડનની સામેનો રોડ, રાજકોટ. ઈવનીંગ પોસ્ટ મેમ્બરશીપનું ફોમ ભરીને ત્યાં જ આપવાનું રહેશે જેની નોંધ લેવી.