ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
જૂનાગઢ મહાનગરપાલિકા સંચાલિત ગૌશાળામાં સ્વ.દર્શનભાઈ રાદડિયાના સ્મરણાર્થે 160 મણ લીલી મકાઈના ઘાસચારાનું દાન કરાયું છે. મનપા દ્વારા શહેરને સ્વચ્છ રાખવા માટે જાહેરમાં પાસચારો વેચતા – નાખતા ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવા કમિશનર દ્વારા આદેશ કરવામાં -આવ્યો છે. શહેરો સ્વચ્છ રાખવા તેમજ રખડતા ભટકતા અને જાહેર માર્ગો ઉપર અડચણરૂપ થતા ગૌવંશને અટકાવવા મનપા પ્રયત્નશીલ છે. પરંતુ શહેરીજનો દ્વારા દાન પુણ્ય કરવા અર્થે જાહેરમાં અનધિકૃતરીતે પાસચારો વેચતા ઈસમો પાસેથી અનધિકૃત પાસચારો લઈ જાહેર માર્ગ પર જ ગૌવંશને આપવામાં આવે છે.જેના કારણે આસપાસના વિસ્તારમાં ગંદકી ફેલાય છે. તેમજ જાહેર માર્ગ અથવા જાહેર સ્થળોમાં ગૌવંશ અડચણરૂપ બને છે. તેથી મનપા કમિશ્નર ડો. ઓમ પ્રકાશના આદેશ મુજબ જાહેરમાં પાસચારો વેચવા- નાખવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. શહેરીજનોને પાસચારાનું દાન કરવું હોઈ તો મનપા દ્વારા શહેરી વિસ્તારમાં ફ્રેન્ડ્રુસ ઑફ કેટલ અંતર્ગત મહાનગર સેવા સદન ખાતે ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ જન સેવા કેન્દ્ર જોશીપુરા ઝોનલ ઓફિસ (સોરઠ ભવન), ટીંબાવાડી ઝોનલ ઓફિસ, દોલતપરા ઝોનલ ઓફિસ ખાતે ઈચ્છા અનુસાર દાનની રકમ પહોચાડી શકે છે, જે રકમ ગૌશાળાના કામ અર્થ ઉપયોગ કરાશે. તેમજ ખામધ્રોળ ટોરેન્ટ ગેસ પાસેની ગૌશાળા, આવળ મંદિર પાસેની ગૌશાળા અથવા સુખનાથ ચૌક સાવજના ડેલા પાસે આવેલ ગૌશાળામાં ઘાસચારાનું દાન કરવા મનપા દ્વારા સૂચન કરાયું છે.
મનપા સંચાલિત ગૌશાળાને 160 મણ લીલા ઘાસચારાનું દાતા તરફથી દાન મળ્યું
