જૂનાગઢના બે STPને ફાઈવ અને એકને ફોર રેટિંગ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
કેન્દ્ર સરકારની અમૃત યોજના અંતર્ગત જૂનાગઢના બે સૂએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટને કાઈવ અને એકને ફોર સ્ટાર રેટીંગ મળ્યું છે. જે બદલ પ્રોત્સાહન માટે મનપાને 6.30 કરોડનો પ્રથમ હપ્તો મળ્યો છે. આ ત્રણેય એસટીપી પ્લાન્ટનું 223.89 કિલોમીટરનું નેટવર્ક છે અને તેમાંથી શુધ્ધ થતા પાણીનો ઉપયોગ થતો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
- Advertisement -
શહેરમાં ગંદા પાણીના શુધ્ધીકરણ માટે કેન્દ્ર સરકાર દ્વારા અમૃત 2.0 યોજના સપ્ટેમ્બર 2024થી સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવી છે. જૂનાગઢ મનપા દ્વારા બિલખા રોડ, વાડલા ફાટક અને ઝાંઝરડા-ઉમટવાડા રોડ પર એસટીપી તૈયાર કરવામાં આવ્યો હતો. જેમાં ગંદા પાણીની ટ્રીટમેન્ટ કરવામાં આવી રહી છે.ગુજરાતમાંથી અર્બન લોકલ બોડીના 40 સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પ્રોત્સાહન માટે પાત્ર બન્યા છે.
જૂનાગઢ મનપાના કાળવા ઝોનના વાડલા ફાટક નજીક આવેલા અને ઝાંઝરડા-ઉમટવાડા રોડ પર આવેલા એસટીપીને ફાઈવ સ્ટાર અને બિલખા રોડ પર આવેલા એસટીપીને ફોર સ્ટાર રેટીંગ પ્રાપ્ત થયું છે. જેના પ્રોત્સાહન બદલ પ્રથમ હપ્તા સ્વરૂપે કેન્દ્ર સરકાર દ્વારા જૂનાગઢ મનપાને 6.30 કરોડની રકમ આપી છે. બિલખા રોડ એસટીપીની 8.20 એમએલડી, કાળવા ઝોનના વાડલા ફાટક નજીક આવેલા પ્લાન્ટની 15.50 અને ઝાંઝરડા-ઉમટવાડા રોડ પર આવેલા પ્લાન્ટની 11 એમએલડી મળી કુલ 34.70 એમએલડી ક્ષમતા છે. જેનું કલેક્શન નેટવર્ક 223.89 કિલોમીટર છે. આ પ્લાન્ટના 2.31 લાખ લાભાર્થી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.



