ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.18
જૂનાગઢ દેશના 65 લાખથી વધુ કર્મચારી ઇપીએફ આધારીત પેન્શન વધારાનો ઇન્તજાર કરી લોકશાહી ધર્મ મુજબ સત્યાગ્રહ કરી માતબર રકમના પેન્શન માટે ધીરજથી પ્રતિક્ષા કરી રહ્યા છે. મામુલી રકમના બદલે માતબર રકમનું પેન્શન મળવાની આશા રાખનારાઓ માટે હવે ચૂંટણી આચાર સંહિતાને લઇ નવી સરકારની રચના સુધી વધુ એક મુદ્દત માટે રાહ જોવાની ફરજ પડી છે. ત્યારે મધુર સોશ્યલ ગૃપના પ્રમુખ અને પેન્શનના હક્ક માટે લડત આપનાર સલીમ ગુજરાતીએ તમામ પેન્શન ધારકોને ધીરજ રાખવા અપીલ કરતા જણાવ્યુ છે કે, લાખ પ્રયત્નો છતા કર્મચારીઓના હક્કમાં વિલંબ થાય છે ત્યારે કુદરત આગામી સમયમાં ન્યાય આપશે તેવી આશા રાખવા અપિલ કરી છે.