ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ જિલ્લા નાં કોડીનાર તાલુકાના ઘાંટવડ ગામે સરકાર દાદા બાપુ કાદરી ફાતેમિ સાવરકુંડલા વાળાનો વ્યસન મુક્તિ તેમજ મુરિદ બનાવવાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો જેમાં સમગ્ર ઘાંટવડ સુન્ની મુસ્લિમ સમાજ આયોજિત પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો જેમાં આશરે 300 લોકોથી વધુને સરકાર દાદા બાપુ કાદરી સાવરકુંડલા વાળાએ પ્યાલા પાઇને મૂરિદ બનાવ્યા હતા તેમજ 50 લોકો થી વધારે વ્યસમુક્તિ માં જોડાયા હતા જેમાં દારૂ, ગાંજો, ચરસ, અફીણ, ડ્રગ્ઝ જેવા જુગાર જેવા ભયંકર વ્યસનથી માણસોને આર્થિક રીતે અને શારીરિક પણ ખૂબ જ નુકસાન થતું હોય છે ત્યારે સાવરકુંડલાના પીર સૈયદ દાદાબાપુ કાદરી જે હિન્દુ સમાજનો માણસ હોયતો તેને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવે છે આવી રીતે પીર સૈયદ સરકાર દાદાબાપુ કાદરીના હાથે હિન્દુ અને મુસ્લિમ સહિત કુલ ઘાંટવડ માંથી 50 થી વધુ માણસો વ્યસનમુક્ત બન્યા હતા.