અમેરિકામાં મિસૂરીમાં એક ટ્રકને ટક્કર મારતાં મોટો ટ્રેન અકસ્માત થયો છે. ઘણા લોકોના મોત અને 50 થી વધુ લોકો ઘાયલ થવાની આશંકા છે.
મીડિયા અહેવાલો અનુસાર, અમેરિકાના મિસૂરીમાં એક મોટી ટ્રેન દુર્ઘટના ઘટી છે. મિસોરીમાં સોમવારે એક ડમ્પ ટ્રક સાથે અથડાયા બાદ એક ટ્રેન પાટા પરથી ઉતરી જતાં અનેક લોકોના મોત થયા છે. જ્યારે આ ઘટનામાં ઓછામાં ઓછા 50 લોકો ઘાયલ થયા હતા. હાલ બચાવ કામગીરી ચાલી રહી છે અને ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે.
- Advertisement -
ટ્રેન અને ટ્રક અથડાતા ટ્રેનની 8 બોગી અને 2 એન્જિન પાટા પરથી ઉતરી ગયા
આ અંગે સ્થાનિક મીડિયા રિપોર્ટના જણાવ્યા અનુસાર, એવું કહેવામાં આવી રહ્યું છે કે, ’27 જૂને બપોરે 12:42 વાગ્યે, લોસ એન્જલસથી શિકાગો જતી BNSF ટ્રેક પર પૂર્વ તરફ જઈ રહેલી સાઉથવેસ્ટ ચીફ ટ્રેન એક ટ્રક સાથે અથડાઈ હતી. જેના કારણે ટ્રેનના 8 બોગી અને 2 એન્જિન પાટા પરથી ઉતરી ગયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે ટ્રેનમાં લગભગ 243 મુસાફરો અને 12 ક્રૂ મેમ્બર સવાર હતા. પ્રારંભિક અહેવાલોના પ્રમાણે 12 ક્રૂ સભ્યો ઘાયલ થયા છે. આ ઘટના પછી, કંપનીનું કહેવું છે કે તેમના સ્થાનિક અધિકારીઓ મુસાફરોની મદદ કરી રહ્યા છે અને તેમની બચાવદળની ટીમને મદદ કરવા માટે રવાના કરી દેવાઈ છે.
US | Approximately 243 passengers and 12 crew members onboard with early reports of injuries after 8 cars, 2 locomotives derailed after striking a truck that was obstructing a public crossing near Mendon, Missouri: Amtrak media center
- Advertisement -
— ANI (@ANI) June 27, 2022
કંપનીએ હેલ્પલાઇનની કરી વ્યવસ્થા
કંપનીનું કહેવું છે કે તે તેના મુસાફરો અને તેના કર્મચારીઓની મદદ માટે ઘટનાસ્થળે ઈમરજન્સી કર્મચારીઓને તૈનાત કરી રહી છે. હાલમાં, કંપનીએ જે લોકો આ ટ્રેનમાં મુસાફરી કરી રહેલા તેમના પરિવાર વિશે માહિતી મેળવવા માંગતા હોય તેમના માટે હેલ્પલાઇનની વ્યવસ્થા કરી છે. તમે 800-523-9101 પર કૉલ કરીને માહિતી મેળવી શકો છો.
Amtrak train derails in Missouri after hitting truck at a crossing, many injuries. This story is developing. (Photo: @cloudmarooned) pic.twitter.com/lieXfffcn3
— Mike Sington (@MikeSington) June 27, 2022