મધ્યાહન ભોજનમાં રાજ્યભરમાં એક સમાન અઠવાડિક મેનુ
રાજ્યભરમાં એક સમાન ભોજન મેનુ: ડે. કલેકટર સૂરજ સુથારનું ડાયરેકટ સુપરવિઝન
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
સરકારી પ્રાથમિક તેમજ ઉચ્ચ પ્રાથમિક શાળાના ધોરણ 1 થી 8ના બાળકોનું પોષણ સ્તર વધારવા, શિક્ષણનો વ્યાપ વધારવા, સમાજની એકરૂપતા જાળવવા તેમજ બાળકોમાં સ્વચ્છતાના ગુણ કેળવવા શાળાઓમાં ભણતા બાળકોને ગરમ મધ્યાહન ભોજન આપવાની શરૂઆત રાજય સરકાર દ્વારા 1984થી અને કેન્દ્ર સરકાર દ્વારા 15 ઓગષ્ટ 1995થી કરવામાં આવી હતી. આ યોજના કેન્દ્ર સરકાર અને રાજય સરકારના સંયુક્ત સહયોગથી અમલમાં છે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટ જિલ્લા ડેપ્યુટી કલેકટર સુરજ સુથારએ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં કુલ સંખ્યા 883 શાળાઓ આવેલી છે. જેમાં જેતપુર તાલુકામાં નવી સાંકળી અને જૂની સાંકળી વચ્ચે એક કેન્દ્ર સહીત કુલ 882 શાળામાં મધ્યાહન ભોજન કેન્દ્રો આવેલા છે. નવેમ્બર-2022 સુધીમાં ધો.1 થી 5 માં 84397, ધો.6 થી 8 માં 47750 સહીત કુલ 1,32,147 વિદ્યાર્થીઓ નોંધાયેલા છે જેમાંથી 1,06,864 વિદ્યાર્થીઓ મધ્યાહન ભોજન યોજનાનો લાભ લઈ રહ્યા છે. રાજકોટ તમામ તાલુકાઓમાં ઘઉં, ચોખા, કપાસિયા તેલ, ચણા તેમજ તુવેરદાળનો જથ્થો ગોડાઉનથી એમ.ડી.એમ. કેન્દ્રો સુધી પહોંચાડવામાં આવે છે. આ યોજનાના અસરકારક અમલીકરણ સાથે સમગ્ર રાજયમાં એકસુત્રતા જળવાય તે હેતુસર એક સમાન અઠવાડિક મેનુ નક્કી કરવામાં આવ્યું છે.
શું હોય છે મધ્યાહન ભોજનનું મેનુ
મેનુમાં આરોગ્યપ્રદ આહારમાં પ્રથમ ભોજનમાં વેજીટેબલ ખીચડી, થેપલા-સુકીભાજી, વેજીટેબલ પુલાવ, દાળ-ઢોકળી, દાળ-ભાત જયારે નાસ્તામાં સુખડી, ચણાચાટ, મિક્સ દાળ, કઠોળ, ઉસળ, મુઠીયા સહિત ગુણવત્તાયુક્ત ભોજન આપવામાં આવે છે. ડે.કલેકટર સૂરજ સુથાર પોતે ડાયરેકટ સુપરવિઝન કરી
રહ્યા છે.
- Advertisement -