-વધતા જતા વ્યાજદર ઉપરાંત લીમીટ વધારવાના સતત વલણથી કરદાતાઓ માટે મુશ્કેલ સ્થિતિ
અમેરિકામાં ફુગાવાની સ્થિતિમાં સતત વધી રહેલા વ્યાજદર તથા અમેરિકી સરકારની દેવા મર્યાદામાં પણ થઈ રહેલા વધારા વચ્ચે પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય ક્રેડીટ એજન્સી મુડી’સે અમેરિકાનું ક્રેડીટ-આઉટલુક નેગેટીવ કર્યુ છે. જેના કારણે અમેરિકાના કરદાતાઓ પર બોજો વધે તેવા સંકેત છે.
- Advertisement -
મુડી’સે ઈનવેસ્ટર્સ રેટીંગ સર્વિસીઝ એ અમેરિકાનું ક્રેડીટ આઉટલુક ‘સ્ટેબલ’ માંથી ‘નેગેટીવ’ કર્યુ છે. ખાસ કરીને અમેરિકી ટ્રેડ (મધ્યસ્થ બેન્ક) જે રીતે ઉંચા ફુગાવા સામે લડવા માટે વ્યાજદરમાં વધારો કરી રહ્યા છે.
ઉપરાંત અમેરિકા સરકારની દેવા મર્યાદા મુદે અમેરિકી કોંગ્રેસ (સંસદ)માં પણ જબરા મતભેદ છે. આ રીતે ત્રણ ટોચની ક્રેડીટ રેટીંગ એજન્સીઓએ અમેરિકાના ક્રેડીટ રેટીંગને નીચુ લાવ્યુ છે. અમેરિકી સરકારની બજેટ ખાધ વધશે. 1.70 લાખ કરોડ ડોલર નોંધાઈ છે જે ગત વર્ષે 1.38 લાખ કરોડ ડોલર હતી. જો કે બાઈડન તંત્રએ મુડીના આ નિર્ણયની ટીકા કરી હતી.
અમેરિકાએ નિષ્ણાંતોને ચેતવણી આપી હતી કે જે રીતે વ્યાજદર વધી રહ્યા છે તેનાથી ધિરાણ ખર્ચમાં મોટો વધારો થઈ રહ્યો છે. હાલમાં અમેરિકામાં આર્થિક ઉપરાંત રાજકીય મુદાઓ પર પણ મતભેદ છે.
- Advertisement -
ખાસ કરીને આગામી વર્ષે અમેરિકાએ પ્રમુખપદની ચુંટણીઓ યોજાઈ રહી છે. તે પુર્વે ઈઝરાયેલને ખુલ્લો ટેકો આપવા માટે પણ અનેક સાંસદો અલગ મંતવ્ય વ્યક્ત કરી ચૂકયા છે.