-બાઈડન-સુનકને તેમના જ દેશમાં પોઝીટીવ કરતા નેગેટીવ મતો વધુ
જી-20 સમીટની વિશ્વભરનું ધ્યાન ભારત ભણી ખેચીને એક ડિપ્લોમેટ તરીકે પણ પોતાની નવી ઈમેજ બનાવવામાં સફળ રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખત વિશ્વના સૌથી પસંદગીના રાષ્ટ્રવડા બની રહ્યા છે.
- Advertisement -
જી-20 સંમેલન બાદ કરવામાં આવેલા સર્વેમાં 76% લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની પ્રશંસા કરી હતી. ‘ધ મોર્નિંગ કન્સલ્ટ’ એ વિશ્વભરના રાષ્ટ્રવડાઓનું સાપ્તાહિક રેટીંગ કરે છે. તા.6થી12 સપ્ટેમ્બર વચ્ચે કરવામાં આવેલા સર્વેમાં વડાપ્રધાન મોદીને સર્વાધિક રેટીંગ મળ્યું છે અને 76% લોકોએ મોદીને વૈશ્વિક નેતા ગણાવ્યા હતા અને 18% તેમાં નેગેટીવ વોટ આપ્યો હતો.
તો સ્વીઝ રાષ્ટ્રપતિ અલેન બસેંટ તે ક્રમમાં નંબર-ટુ રહ્યા છે અને 64% લોકોએ તેને વિશ્વના સૌથી પસંદગીના નેતાનું બિરુદ આપ્યુ છે. રસપ્રદ બાબત એ છે કે, અમેરિકાના પ્રમુખ જો બાઈડન અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમૈનુલ મેક્રો તથા બ્રિટનના વડાપ્રધાન ઋષી સુનકને તેમના દેશમાં પોઝીટીવ કરતા નેગેટીવ વોટ વધુ મળ્યા છે.
- Advertisement -