ચોકકસ માપદંડમાં ખરા ન ઉતરે તેને વહેલી નિવૃતિ આપવાની પણ તૈયારી
કેન્દ્રની મોદી સરકારે વિવિધ વિભાગોની કાર્યક્ષમતા વધારવા અને વધારાના સ્ટાફનો બોજો ઘટાડવા તમામ મંત્રાલયને તેના 50 વર્ષ કે તેથી વધુ ઉમરના કર્મચારીઓના કામકાજની ક્ષમતાની સમીક્ષા કરવા જણાવ્યું છે અને જેઓ ચોકકસ માપદંડમાં ખરા ન ઉતરે તેને વહેલી નિવૃતિ આપવાની પણ તૈયારી છે.
આ કર્મચારીઓના જે વાર્ષિક રીમાર્કનો રીપોર્ટ સર્વિસ બુકમાં હોય છે તેને પણ ધ્યાનમાં લેવા માટે સૂચના આપવામાં આવી છે. લાંબા સમયથી સરકારનું ‘કદ’ ઘટાડવા માટેની તૈયારી હતી. ભૂતકાળમાં જે અનેક વિભાગો ઉભા કરાયા હતા તે આજના સમયમાં હવે ઉપયોગી રહ્યા નથી કે તેની આવશ્યકતા નથી.
ઉપરાંત ટેકનોલોજીની કામકાજમાં ઘટાડો થયો છે અને સરકાર ઈચ્છે છે કે એક વર્ગના કર્મચારીઓ જેમાં 50 વર્ષ કે તેથી વધુ વયના કર્મચારીઓની સંખ્યા મોટી છે. તેમની કાર્યક્ષમતા ચકાસણી જરૂરી છે જેથી પ્રથમ તબકકે 50 વર્ષ કે તેની ઉપરથી ઉમરના તમામ કર્મચારીઓની ક્ષમતાની ચકાસણી થશે અને તેમાં જે નિશ્ચિત માપદંડ છે તેમાં જે ખરા ઉતરે નહી તેમને વહેલી નિવૃતિ આપવા માટેની યોજના ઓફર કરાશે.