લાઈબ્રેરીનું લોકેશન, પુસ્તકો, મેગેઝિન, રમકડાં, ડિજિટલ મીડિયા હવે આંગળીના ટેરવે જોઈ શકશે
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા લાઈબેરી શાખાની શહેરની તમામ લાઈબ્રેરીની તમામ વિગતો દર્શાવતી મોબાઈલ એપ્લીકેશન જેમાં, લાઈબ્રેરી મેમ્બર્સને લાઈબરીમાં પ્રવેશ માટેની સુવિધા, બધી લાઈબ્રેરીઓનું લોકેશન, લાઈબ્રેરી મેમ્બર્સ, લાઇબ્રેરીમાંથી મેળવેલા પુસ્તકો, મેગેજીન, રમકડાં, ડીજિટલ મીડીયા જોઈ શકશે. લાઈબ્રેરી મેમ્બર્સ પોતાની લાઈબ્રેરી વિષયક વિગતો જેવી કે લવાજમ, પુસ્તકોની આપ-લે વિગતો મેળવી શકશે. લાઈબ્રેરી મેમ્બર્સ મોબાઈલ એપ દ્વારા બૂક અને રમકડાનુ રીજર્વેશન કરાવી શકશે, લાઈબ્રેરીમાં સંગ્રહીત ભાષા વાઇઝ પુસ્તકો, રમકડા, ડીજિટલ મીડીયાને લેખક, પુસ્તકનાં નામ, પબ્લીશરના નામથી સર્ચ શકશે. છેલ્લા એક મહિનામાં લાઈબ્રેરીઓમાંથી વધુ વંચાયેલા 15 પુસ્તકોની યાદી જોઈ શકશે. લાઈબ્રેરીઓમાં નવા આવેલા પુસ્તકોની વિગતો મેળવી શકાશે. ફ્રી ડિજિટલ લાઈબ્રેરી અંગેની તમામ લિન્ક આંગળીના ટેરવે એક જ જગ્યાએથી મેળવી શકાશે.